Gujarati News

Gujarati News

News of Saturday, 3rd June 2023

ગુજરાતમાં બિન હથિયારધારી 242 પીએસઆઇને પ્રમોશન :પીઆઇ તરીકે બઢતી:યાદી તૈયાર કરી

વર્ગ-3 ના પોલીસ સબ ઇન્સ્પેકટરોને હાલ પોલીસ ઇન્સ્પેકટર વર્ગ-2 નું પ્રમોશન

અમદાવાદ :ગુજરાત રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા વર્ગ-3 ના પોલીસ સબ ઇન્સ્પેકટરોને હાલ પોલીસ ઇન્સ્પેકટર વર્ગ-2 નું પ્રમોશન આપવામાં આવ્યું છે. પીએસઆઇની પીઆઇ તરીકે બઢતીના આદેશ કરવામાં આવ્યા છે.

  આજે રાજ્યમાં  ફરજ બજાવતા 242 પીએસઆઇને પીઆઇ તરીકે બઢતી આપવામાં આવી છે. જેમાં બિન હથિયારી 242 પીએસઆઇની પીઆઇ તરીકે બઢતી આપવામાં આવી છે. ત્યારે પોલીસ વિભાગે બઢતી માટે પસંદગી યાદી પણ તૈયાર કરી છે. 

   અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી બિનહથિયારધારી પીએસઆઇ પોતાની પીઆઇ તરીકેની બઢતીની આશા રાખીને બેઠા હતા. ત્યારે 03 જુને ડીજી ઓફિસ દ્વારા બઢતીના આદેશ કરતા પીએસઆઇ આલમમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો હતો

(8:18 pm IST)