Gujarati News

Gujarati News

News of Saturday, 3rd June 2023

ભૂપેન્‍દ્રભાઈ પટેલના આજના તમામ કાર્યક્રમો મોકૂફ

બાલાસોર ટ્રેન દુર્ઘટના અત્‍યંત હૃદયદ્રાવકઃ દુઃખની ઘડીમાં મારી સંવેદના શોકગ્રસ્‍ત પરિજનો સાથેઃ ભુપેન્‍દ્રભાઇ

  ગાંધીનગર,તા.૩ : ઓડિશાના બાલાસોર જિલ્લામાં શુક્રવારે એક મોટો ટ્રેન અકસ્‍માત થયો હતો. શુક્રવારે સાંજે બહાનાગા રેલવે સ્‍ટેશન પાસે પેસેન્‍જર ટ્રેન કોરોમંડલ એક્‍સપ્રેસના ડબ્‍બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દરમિયાન નજીકના ટ્રેક પરથી પસાર થતી વખતે યશવંતપુરથી હાવડા જતી એક્‍સપ્રેસ ટ્રેન નીચે ઉતરી ગયેલા ડબ્‍બા સાથે અથડાઈ હતી. આ અકસ્‍માતમાં અત્‍યાર સુધીમાં ૨૩૩ લોકોના મોત થઈ ચૂકયા છે અને ૯૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે.   આ દુર્ઘટનાના પગલે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે પોતાના આજના તમામ કાર્યક્રમો મોકૂફ રાખ્‍યા છે. કેન્‍દ્રમાં મોદી સરકારને ૯ વર્ષ પૂરા થવાના અવસરે ગુજરાતમાં સંપર્ક અભિયાન, ટિફિન બેઠક તથા જાહેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું હતું. જોકે ઓડિશામાં થયેલા ભયાનક ટ્રેન અકસ્‍માતના કારણે આ કાર્યક્રમોને મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે.

(5:11 pm IST)