Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

હવે એચકેમાં સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શક વર્ગ

બે મહિના માટે સપ્તાહમાં પાંચ દિવસ

અમદાવાદ, તા.૩ : ગુજરાત યુનિવર્સિટી એચકે સેન્ટર ફોર પ્રોફેશનલ ટ્રેનિંગ અને ૧૫ મેથી ૧૫ જુલાઈ બે માસ માટે સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શક વર્ગોનો પ્રારંભ કરાશે. આ વર્ગોમાં સામાન્ય જ્ઞાન અંગ્રેજી-ગણિત સહિતના વિષયોના નિષ્ણાતો પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપશે. એચકે સેન્ટર ખાતે પ્રારંભ થનાર સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગોનો સમય સોમવારથી શુક્રવાર (રજાના દિવસો સિવાય) બપોરે ૩.૩૦ થી ૫.૩૦નો રેશે. સ્પર્ધાત્મક પરીક્ષાના આ વર્ગોમાં વહેલા તે પહેલાના ધોરણે ટોકન ૨૦૦૦ રૂપિયા ફી લઈને પ્રવેશ અપો. ૧૪ તારીખ પ્રવેશ માટેની અંતિમ તારીખ રહેશે. એક જ વર્ગ ખોલાશે. વધુમાં વધુ ૬૦ વિદ્યાર્થીઓને સાંકળવામાં આવશે. ગુજરાત રાજ્યની વિવિધ કેડરો માટે બેંકિંગ રિક્રુટમેન્ટની જગ્યાઓ માટે આગામી દિવસમાં યોજાનારી પરીક્ષાઓ માટે બેસનાર પરીક્ષાર્થઓને મદદરૂપ થવાના ભાગરૂપે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિના માર્ગદર્ન હેઠળ ખાસ વર્ગો પ્રારંભ કરાશે તેમ એચકે સેન્ટરના માનદ સંયોજક અને ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ.જગદીશ ભાવસારે એક યાદીમાં જણાવ્યું છે. એચકે સેન્ટર ખાતે પ્રારંભ થનારા આ વર્ગો માટેના પ્રવેશ ફોર્મ ૪મેથી આપવામાં આવશે. પ્રવેશ ફોર્મની સાથે માર્કશીટની ઝેરોક્ષ જોડવાની રહેશે.

(9:35 pm IST)