Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાના મેમ્બર

દિનેશ પાઠકની અલ્હાબાદ હાઈકોર્ટમાં જજ તરીકે નિમણૂંક

રાજકોટ, તા. ૩ :. અલ્હાબાદના સીનીયર ધારાશાસ્ત્રી અને બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાના મેમ્બર શ્રી દિનેશ પાઠકની અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા હાઈકોર્ટ જસ્ટીસ તરીકે નિમણૂક આપવામાં આવતા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાના મેમ્બરોએ જસ્ટીસ શ્રી પાઠકને અભિનંદન આપેલ હતા.  અલ્હાબાદ હાઈકોર્ટ કોલેજીયને શ્રી પાઠક સહિતના ૩૨ના નામ ફેબ્રુઆરીમાં હાઈકોર્ટ ન્યાયધીશ તરીકે ભલામણ કરી હતી. ગયા વર્ષે કોલેજીયને ૩૩ નામો પૈકી ૧૬ નામો ધ્યાને લીધેલ હતા અને તે પૈકીના અલ્હાબાદના સીનીયર ધારાશાસ્ત્રી શ્રી દિનેશ પાઠકને હાઈકોર્ટ માટે યોગ્ય ઠેરવેલ અને તેની યોગ્યતા ડીપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસ વિભાગના ઈનપુટસ હાઈકોર્ટમાં બાબતોથી પરીચીત સાથીઓની સલાહ બાદ એડવોકેટ પાઠકને હાઈકોર્ટના ન્યાયધીશ તરીકેનો ઠરાવ પસાર કરેલ હતો.  સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી રંજન ગોગોઈ, જસ્ટીસ એસ.એ. બોબડે, જસ્ટીસ એન.જી. રામન્નાએ શ્રી દિનેશ પાઠક એડવોકેટની જસ્ટીસ અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા નિમણૂક આપેલ હતી તેમ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન અને બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાના મેમ્બર દીલીપ પટેલે જણાવેલ હતું.

(12:28 pm IST)