Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

હિંમતનગરમાં સહકારી જિન વિસ્તારમાં દહેજ માટે પરિણીતાને ત્રાસ આપનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

હિંમતનગર: શહેરના સહકારી જીન વિસ્તારમાં રહેતા એક પરીવારની દિકરીના લગ્ન ગાંધીનગરના એક પરીવારના યુવક સાથે કરાયેલા લગ્ન બાદ સાસરિયાઓ ધ્વારા યુવતીને ત્રાસ આપી દહેજ પેટે રૂ.૫ લાખની માંગ કરી ધમકી અપાતા આ યુવતીએ ગુરૃવારે છ સાસરિયા વિરૃધ્ધ હિંમતનગર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી હતી.

 હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં આવેલા રણછોડરાય સોસાયટીમાં રહેતા રીધમબેન સંતોષકુમાર પ્રજાપતીએ ફરીયાદમાં જણાવ્યા મુજબ તેણીના લગ્ન ગાંધીનગરમાં રહેતા રમણલાલ હરીભાઈ પ્રજાપતીના પુત્ર સંતોષકુમાર પ્રજાપતી સાથે કરાયા હતા. ત્યારબાદ રીધમબેનના પતિ સાસુ, સસરા, જેઠ, જેઠાણી અને નણંદ ધ્વારા જ્યારથી રીધમબેનની કુખે દિકરીનો જન્મ થયા બાદ ઘરકામ બાબતે અવારનવાર વાંધાવચકા કાઢવામાં આવતા હતાં.

તેમજ સાસરિયાઓ દ્વારા મ્હેણા મારી પિયરમાંથી દહેજ પેટે રૂ.૫ લાખ લઈ આવવા માટે દબાણ કરવામાં આવતુ હતું. અને રીધમબેનના સસરા રમણભાઈ પ્રજાપતી બીજી વખત રીધમબેન ગર્ભવતી બન્યા બાદ તેનું પરીક્ષણ કરાવવા દબાણ કરી શંકા કરતા હતાં. અને જેઠ ધ્વારા અવારનવાર રીધમબેનને ગાળો બોલી મારઝુડ કરી ટુંપો આપીદઈ મારી નાખવાની ધમકી પણ આપતા હતાં.

(6:13 pm IST)