Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

રાજપીપળા કોવિડ હોસ્પિટલને એક વર્ષ પૂર્ણ થવા છતાં 12 કલાક ફરજ બજાવતા ડોક્ટરો ની દયનિય હાલત

કોવીડ તથા સિવિલ હોસ્પિટલ વચ્ચે એકજ એમ ડી. ફીજીસીયન તબીબ દર્દીઓ અને કોરોના ટેસ્ટ માટે પ્રજા પરેશાન

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : રાજપીપળા કોવિડ હોસ્પિટલ ની સેવાને એક વર્ષ પૂર્ણ થવા છતાં ડોક્ટરોની અછત ની સાથે કોવીડ હોસ્પિટલ અને જિલ્લા વડી સિવિલ હોસ્પિટલ વચ્ચે માત્ર એકજ એમ ડી ડોક્ટર હોવાથી દર્દીઓ અને કોરોના ટેસ્ટ કરાવનારા લોકો હેરાન થઇ ગયા છે.

મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લા માં જિલ્લા કક્ષાએ આવેલ સિવિલ હોસ્પિટલ માં વરસો થી આરોગ્ય સેવાઓ નો અભાવ છે અને સરકાર ની બેદરકારી ને કારણે તબીબો ની પણ અછત છે, સિવિલ હોસ્પિટલ માં માત્ર એકજ  એમ ડી ફીજીશ્યન ડોક્ટર છે. ગયા માર્ચ મહિના માં કોરોના મહામારી ફેલાતા સરકારે વડિયા  પેલેસ ખાતે કોવીડ  હોસ્પિટલ શરુ કરી પણ તબીબ વિના સિવિલ ના એમ ડી ડોક્ટરે બને ફરજ નિભાવી અન્ય એક સહાયક તબીબ પંચાયત આરોગ્ય વિભાગ માંથી આવે એમ ગાડું  ગબડાવ્યું.પરંતુ કોરોના ના બીજા રાઉન્ડ માં ગઈ સીઝન કરતા કેસ વધારે છે અને રોજે રોજ ઝડપ થી કેસ વધતા જાય છે. ઉપરાંત હવે લોકો માં પણ જાગૃતિ આવી છે અને તેથી કોરોના ટેસ્ટ કરવા ભીડ વધે છે અને કોવીડ  હોસ્પિટલ પર લાઈનો લાગે છે આવા સંજોગો માં એમ ડી ડોક્ટર ને સિવિલ હોસ્પિટલ ના દર્દીઓ ઉપરાંત ફિટનેસ સર્ટી આપવાના અને બીજી બાજુ કોવિડ હોસ્પિટલ માં દાખલ દર્દીઓ ની સરભરા અને કોરોના ટેસ્ટિંગ માટે ની લાઈનો એમાં સહેજ મોડું થાય તો લોકો નો આક્રોશ ડોક્ટર પર ઠલવાઇ આ સંજોગો માં સરકારે તબીબો ની સંખ્યા વધારવી જોઈએ.
ગુજરાત ભાજપ નું શાસન છે નર્મદા જિલ્લા ના બે સાંસદ  અને પૂર્વ ધારાસભ્યો તેમજ માજી મંત્રી અને સહકારી આગેવાન એવા જિલ્લા ભાજપ પ્રમુખે નર્મદા જિલ્લા ની આરોગ્ય સેવાઓ સુધારે નિષ્ણાત તબીબો ની સંખ્યા વધે. તે માટે સરકાર પર દબાણ વધારી પ્રજાહિત નું આ કામ કરશે તો પ્રજા એ મુકેલો વિશ્વાસ તેઓ જીતી શકશે.

(12:31 am IST)