Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

ત્રિપુરાની રાજધાની અગરતલા ખાતે યોજાયેલ અખિલ ભારતીય શાસ્ત્રીય સ્પર્ધામાં તેમજ રાજ્ય સ્તરીય સ્પર્ધામાં દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો અને સંતો વિજેતા

અમદાવાદ તા.૩ ત્રિપુરાની રાજધાની અગરતલાના યજમાન પદે, ભારત સરકાર માનવ સંસાધન વિકાસ મંત્રાલય માનીત, રાષ્ટ્રિય સંસ્કૃત સંસ્થાન ન્યુ દિલ્હી આયોજિત, અખિલ ભારતીય શાસ્ત્રીય સંસ્કૃત સ્પર્ધામાં, ભારતના ૨૭ રાજ્યોની પાઠશાળોમાંથી રાજ્યસ્તરીય સ્પર્ધામાં પ્રથમ નંબરે આવેલ  સ્પર્ધકો વચ્ચે  વ્યાકરણશાસ્ત્ર, સાંખ્ય-યોગ, ધર્મશાસ્ત્ર, વેદાન્ત વગેરે વિષયોની સ્પર્ધાઓમાં રાખવામાં આવેલ.

  જેમાં એસજીવીપી દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના શ્રી સર્વમંગળદાસજી સ્વામી વેદ-ભાષા ભાષણમાં તૃતીય નંબરે આવતા ૧૨૦૦૦ રુપિયા રોકડા પુરસ્કાર તથા શીલ્ડ તેમજ શ્રી હરિનંદનદાસજી સ્વામી ચતુર્થ નંબરે વિજેતા થતા રુપિયા ૮૫૦૦ રોકડા પુરસ્કાર તેમજ શિલ્ડ   ત્રિપુરા અેકલવ્ય પરિસરના પ્રધાનાચાર્યના હસ્તે અર્પણ કરવામાં આવેલ.

   જેતલપુર ખાતે, ગુજરાત વિદ્વત્ સંસ્કૃત પરિષદ અમદાવાદ આયોજિત ગુજરાત રાજ્ય સ્તરીય શલાકા સ્પર્ધામાં એસજીવીપી દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમાર જાની રવિ અષ્ટાધ્યાયી શલાકામાં પ્રથમ વિજેતા, ખૂંટ સહજકુમાર તર્કસંગ્રહ શલાકામાં દ્વિતીય અને પંડ્યા પ્રતિક લઘુ સિદ્ધાંત કૌમુદી શલાકામાં તૃતીય સ્થાને આવતા પ્રથમ નંબરને ૭૦૦૦ રુ, દ્વિતીયને ૫૦૦૦ રુપિયા અને તૃતીય નંબરને ૩૦૦૦ રોકડ પુરસ્કર મેળવેલ છે.

     ગુરુકુલમાં યોજાયેલ સત્કાર સમારંભમાં શા.માધવપ્રિયદાસજી સ્વામી તથા અર્જુનાચાર્યે તથા અર્જુનાચાર્યે વિજેતાઓને હાર પહેરાવી  આશીર્વાદ સાથે  સન્માનિત કર્યા હતા.

(1:45 pm IST)