Gujarati News

Gujarati News

News of Friday, 3rd January 2020

ગરીબ બાળકોના ઉત્થાન માટે અમદાવાદની કર્ણાવતી ક્લબ ખાતે મનન ચતુર્વેદી 24 કલાક પેઈટીંગ કરી રેકોર્ડ બનાવશે

157 બાળકોની પાલક માતા મનન જયપુરમાં રસ્તે રખડતા-તરછોડાયેલ બાળકોને તેની સંસ્થામાં રાખીને ભણાવે છે

 

અમદાવાદની કર્ણાવતી ક્લબ ખાતે મનન ચતુર્વેદી સતત 24 કલાક પેઈન્ટિંગ બનાવી રેકોર્ડ બનાવશે. અને પેઇન્ટ વેચીને તેમાંથી મળેલી રકમ તે તેની સંસ્થામાં રહેતા બાળકો પાછળ ખર્ચ કરશે. મનન ચતુર્વેદી ૧૫૭ બાળકોની પાલક માતા છે. રાજસ્થાનના જયપુરમાં બાળકોને રાખે છે. રસ્તે રખડતા કે તરછોડાયેલા કોઇ પણ બાળકને તેની સંસ્થામાં રાખીને ભણાવે છે

 . બાળકોને સાચવવા માટે તે મેરેથોન પેન્ટિંગ કરે છે. આમ તો તે સ્કોલર હતા.પરંતુ એક વખત રસ્તા પર કચરામાં બાળકોને ખાતા જોતા બાળકો માટે સેવા કરવાનો વિચાર આવ્યો હતો. અને અભ્યાસ છોડી સેવામાં લાગી ગયા છે. બાળકોને સાચવવા માટે તે દેશના અલગ અલગ વિસ્તારમાં જાય છે. અને પ્રકારે પેન્ટિંગ બનાવે છે. તે પેન્ટિંગ વેચીને જે રૂપિયા મળે છે તેને બાળકો માટે ઉપયોગ કરે છે. સિવાય બાળકોને મદદ કરવા માટેનો મેસેજ પણ આપે છે. સંસ્થા કે કોલેજમાં જઈને પેન્ટિંગ તૈયાર કરે છે. અને લોકોને આવા બાળકોને મદદ કરવા માટે પ્રેરે છે.

(10:49 pm IST)