Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

રાજ્યની તમામ શાળા, શિક્ષકોની નોંધણી ફરજીયાત

શિક્ષકો કયો વિષય અને કેટલું ભણાવે છે તેની નોંધણી અને વિદ્યાર્થીઓની સંખ્યા બતાવવી પડશે

 

ગાંધીનગર:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે રાજ્યની તમામ શાળાઓની અને શિક્ષકની નોંધણી ફરજિયાત કરવાનો પરિપત્ર જાહેર કર્યો છે પરિપત્ર મુજબ

શિક્ષકો કયો વિષય ભણાવે છે અને કેટલું ભણાવે છે તેની નોંધણી ફરજિયાત કરાઈ છે ઉપરાંત શાળાઓએ વિદ્યાર્થીઓની સંખ્યા પણ બતાવવાનો બોર્ડે  આદેશ કર્યો છે

(11:45 pm IST)