Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

મહુધા પોલીસે મોડીરાત્રે એક ઈમ્સને દારૂના જથ્થા સાથે દબોચ્યો

મહુધા: પોલીસે મધરાત્રે હેરંજ ઈન્દિરા નગરીમાં દરોડો પાડી એક ઈસમને વિદેશી દારૂ સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ મહુધા પોલીસ નાઈટ પેટ્રોલીંગમાં નીકળી હતી. દરમ્યાન હેરંજ ઈન્દિરા નગરીમાં ચોરી છુપીથી વિદેશી દારૂ વેચાય છે તેવી મળેલી હકીકતને આધારે પોલીસે રાત્રીના દોઢ વાગ્યાના સુમારે દરોડો પાડતાં કાભઈભાઈ ઝાલા પોતાના ઘર આગળના વિદેશી દારૂની બોટલ નં. ૩૯ કિંમત રૂા. ૧૧,૪૦૦ના સાથે પકડાઈ જવા પામ્યો હતો. બનાવ અંગે મહુધા પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ અર્થે રીમાન્ડ ઉપર મેળવવાની તજવીજ હાથ ઘરી છે.

(4:32 pm IST)