Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

પાર્કિંગ આપવું તે મોલ સંચાલકોની જવાબદારી

પોલીસની કોર્ટમાં રજુઆતઃ કાલે વધુ સુનાવણીઃ પાર્કિંગ ચાર્જનો મામલો રસપ્રદ..

અમદાવાદ તા. ર : ટ્રાફીક ચાર્જ નહીં લેવાના આદેશને પડકારતી  અમદાવાદ, સુરત અને વડોદરાના મોલ-મલ્ટિપ્લેકસ સંચાલકોની અરજીની સુનાવણીમાં રજુઆત કરી હતી કે જાહેર સ્થળોએ પાર્કિંગ પુરૂ પાડવું એ જે-તે જગ્યાના સંચાલકોની જવાબદારી છે અરજીની વધુ સુનાવણી કાલે હાથ ધરાશે.

પોલીસે રજુઆત કરી હતી કે પાર્કિંગ અને ટ્રાફીક મુદ્દે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એમ.આર.શાહે ટ્રાફિક અંગેના જાહેર હિતની અરજીના ચુકાદામાં આપેલા નિર્દેશો અનુસાર તેઓ કામગીરી કરી રહ્યા છે. આ નિર્દેશોનું પાલન કરવું અને શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાની જાળવણી કરવી તેમની પ્રાથમીક જવાબદારી છે. પોલીસની કામગીરી અંતે તો જનતાની સુખાકારી અને સગવડ માટે જ છે. મોલ-મલ્ટિપ્લેકસમાં પાર્કિંગ ચાર્જના કારણે કેટલાંક લોકો વાહનો રસ્તાઓ તેમજ ફુટપાથ પર પાર્ક કરે છ.ે આવી રીતે લોકોને ગેરકાયદે પાર્કિંગ કરવા માટે ફરજ પાડવી એ ગુનો બને છ.ે

(12:09 pm IST)