Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

હિમતનગર :દુષ્કર્મ પીડિત બાળકીને ન્યાય માટે કડક કાર્યવાહી કરવા અલ્પેશ ઠાકોરની માંગણી :ગૃહરાજ્યમંત્રીને કરી રજુઆત

 

કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે દુષ્કર્મ પીડિત બાળકીને જલ્દી ન્યાય મળે અને રાજ્યમાં આવી ઘટનાઓ ફરી બને તે માટે ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાને રજૂઆત કરી છે. તેમજ આરોપી સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે સાબરકાંઠાના  હિંમતનગર તાલુકામાં આવેલા ઢુંઢર ગામમાં દોઢ-બે વર્ષની બાળકી પર દુષ્કર્મનો મામલે મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કરવા કેન્ડલ માર્ચ યોજી હતી.દોઢ વર્ષની બાળકી પર એક ફેક્ટરીના મજૂર દ્વારા દુષ્કર્મ આચરવામાં આવતા ભારે રોષ ફેલાયો છે

(9:48 pm IST)