Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

હિંમતનગરના ઇલોલ ગામે દોઢ વર્ષનું બાળક બોરવેલમાં પડી ગયું: રેસ્ક્યૂ ઓપરેશન ચાલું

બોરવેલ લગભગ 200 ફૂટ જેટલો ઊંડો : ઓકિસજન પહોંચાડવા પ્રયાસ

 

સાબરકાંઠાઃ હિંમતનગરના ઇલોલ ગામમાં ખેતમજૂરી કરતા દપંતિનું દોઢ વર્ષનું બાળક બોરવેલમાં પડી ગયુ છે બાળક બોરવેલ પડવાની ઘટનાની જાણ થતા ગ્રામજનો બોરવેલ પાસે પહોંચી ગયા હતા. બાળકને બહાર કાઢવા માટે ફાયરની ટીમ પહોંચી ગઇ હતી

  રેસ્ક્યું ટીમ દ્વારા યુધ્ધના ધોરણે બાળકને બહાર કાઢવાના પ્રયત્ન શરૂ કરી દેવાયા છે બાળક ખૂબ ઉંડે બાળક ઉતરી ગયુ હોવાનું અનુમાન છે બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડે તે માટે ઓકિસજન પહોંચાડવા માટે ટીમ દ્વારા પ્રયાસ હાથ ધરી દેવામાં આવ્યા છે. બોરવેલ લગભગ 200 ફૂટ જેટલું ઉંડુ છે

(12:13 am IST)