Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ભાટ ખાતે સાબરમતી નદીમાં ન્હાવા ગયેલા ચાર યુવકો ડૂબ્યા: ત્રણની લાશ મળી ;એકની શોધખોળ

 

ગાંધીનગરના ભાટ ખાતે અમદાવાદના ચાર યુવકો ડૂબી ગયા હતા ડૂબી ગયેલા તમામ યુવકો અમદાવાદના અસારવાના રહેવાશી છે ઘટનાની ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા ડૂબી ગયેલા ચાર યુવકોમાંથી ત્રણની લાશ બહાર કાઢવામાં આવી છે. ચારેય યુવકે ભાટ ગામ ખાતે આવેલી સાબરમતી નદીમાં ડૂબી ગયા હતા.

    યુવકો નદીમાં ન્હાવા માટે ગયા હતા કે પછી કોઈ અન્ય કારણથી ડૂબી ગયા છે તેની પ્રાથમિક સ્તરે કોઈ માહિતી મળી નથી. ડૂબી ગયેલા એક યુવકની શોધખોળ હજુ ફાયબ્રિગેડ દ્વારા કરવામાં આવી રહી છે.

(10:28 pm IST)