Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

વડોદરામાં સમીસાંજે વરસાદ તૂટી પડ્યો :તોફાની વરસાદથી ઠંડક પ્રસરી :રસ્તાઓમાં પાણી ફરી વળ્યાં

છાણી, સમા, નિઝામપુરા, કારેલીબાગ, અલકાપુરી સહિતના વિસ્તારોમાં વરસાદ

વડોદરામાં સમી સાંજે વરસાદી માહોલ જોવાયો છે સાંજે શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી કેટલાય વિસ્તારોમાં  ધીમી ગતિએ તો ક્યાંક મધ્યમ ગતિએ વરસ્યો હતો.

   શહેરના છાણી..સમા..નિઝામપુરા..કારેલીબાગ, અલકાપુરી સુભાનપુરા અને સિટી વિસ્તારોમાં મધ્યમથી ભારે ગતિએ વરસાદ ખાબક્યો હતો.શહેરમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદની તોફાની બેટિંગથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વડોદરાવાસીઓ પણ વરસાદી માહોલ વચ્ચે ગણેશજીની ભક્તિમાં લીન થઇ ગયા હતા.

(8:52 am IST)