Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે આઇઆઇટીઇની પરીક્ષા લેવાઇઃ સી.એન. વિદ્યાલયના ૧ર બ્લોકમાં શાંતિપૂર્ણ ચાલતી પરીક્ષા

ભૂજમાં પર બ્લોકમાં પ૦૭ ઉમેદવારો નોંધાયા હતા

અમદાવાદ :કોરોના મહામારીમાં રાજ્યભરની યુનિવર્સિટી અને કોલેજોમાં પરીક્ષા રદ કરાઈ હતી. તો અનલોક3 માં અનેક યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષા લેવાઈ રહી છે. ત્યારે વિવાદ બાદ પ્રથમ વખત રાજ્યભરમાં આજે IITE (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન) ની એક્ઝામ લેવાઈ રહી છે. અમદાવાદમાં અલગ અલગ 5 સેન્ટરો પર IITE ની એક્ઝામ લેવાઈ રહી છે. અમદાવાદની સી.એન. વિદ્યાલય ખાતે તમામ તકેદારી સાથે પરીક્ષા યોજાઈ રહી છે. કોરોનાને ધ્યાનમાં રાખીને ખાસ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ દરેક પરીક્ષાર્થીને માસ્ક, ફેસ શિલ્ડ અને સેનેટાઇઝર આપવાની વ્યવસ્થા પણ કરાઈ છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવા એક બ્લોકમાં 12 પરિક્ષાર્થીઓને બેસાડી પરીક્ષા લેવામાં આવી રહી છે.

તો બીજી તરફ, ભૂજમાં યોજાયેલી આઈઆઈટીઇની પરીક્ષામાં નિયમોનો ભંગ થયેલો જોવા મળ્યો હતો. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશનની પરીક્ષા લેવાઈ, તેમાં જિલ્લામાં 52 બ્લોકમાં 507 ઉમેદવાર નોંધાયેલા છે. ત્યારે પરીક્ષા કેન્દ્ર પર સેનેટાઈઝર અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ થયેલો જોવા મળ્યો. આ મામલે કોઈ તકેદારી લેવામાં આવી ન હતી.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ NSUI દ્વારા IITE પરીક્ષાને લઈને વિરોધ કરાયો હતો. ગાંધીનગર ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર્સ એજ્યુકેશન બહાર વિરોધ પ્રદર્શન કરાયું હતું. IITE ની પરીક્ષાઓ રદ્દ કરવા માટે nsui દ્વારા વિરોધ દર્શાવીને આવેદન પત્ર આપવામાં  આવ્યું હતું.

(1:29 pm IST)