Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

વડોદરા હાલોલ હાઇવે પર ફલોરમીલમાં સરકારી અનાજનો ઠાલવતી વેળાએ પોલીસના દરોડા:તપાસ દરમ્યાન 1300 બોરી મળી આવી

વડોદરા:વડોદરા- હાલોલ હાઇવે પર આવેલી પારસ ફ્લોરમિલમાં સરકારી અનાજનો જથ્થો ઉતરતો હતો. તે સમયે જ પોલીસ ત્રાટકી હતી. તપાસ દરમિયાન અનાજની ૧૩૦૦ બોરી મળી આવતા પુરવઠા વિભાગને જાણ કરવામાં આવી હતી. પુરવઠા વિભાગે અનાજનો તમામ જથ્થો સરકારી ગોડાઉન ખાતે લઇ જઇ તપાસ હાથ ધરી છે.

સરકારી અનાજના કાળા બજારની માહિતી જિલ્લા ક્રાઇમ બ્રાંચને મળતા પોલીસે હાલોલ- વડોદરા હાઇવે પર કોટંબી ગામમાં આવેલી પારસ ફ્લોરમિલમાં રેઇડ પાડી હતી. પોલીસે રેઇડ પાડી ત્યારે ટ્રકમાંથી સરકારી અનાજની બોરીઓ મિલમાં ઉતારવામાં આવી રહી હતી. છ ટ્રકમાં અનાજની ૧૩૦૦ બોરીઓ હોઇ પોલીસે પુરવઠા વિભાગને જાણ કરી હતી.

(5:08 pm IST)