Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

શહેર પોલીસે FIR નોંધવા વિશેષ એપ્લિકેશન બનાવી

હવે લખાણની લપ નહીં થાય !

અમદાવાદ, તા. ૩૧ : અમદાવાદ શહેર પોલીસે FIR નોંધવા માટે ખાસ 'તીવ્ર' નામની મોબાઈલ એપ્લિકેશન બનાવી છે. જેથી હવે પોલીસે ફરિયાદ નોંધતી વખતે લખાણની લપ નહીં થાય. તેમજ ફરિયાદીનો પણ સમય બચી જશે. સામાન્ય અકસ્માત, મોટર વ્હીકલ એક્ટ સહિતના ગુનના કેસમાં ફરિયાદી અને આરોપીનું નામ લખતા જ ફરિયાદ તૈયાર થઈ જશે. સૌથી રસપ્રદ વાત એ છે કે, પોલીસ બોલશે અને તેમના મોબાઈલ ફોનમાં ફરિયાદ નોંધાઈ જશે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટીયાના જણાવ્યાનુસાર અમદાવાદ શહેર પોલીસે ખાસ મોબાઈલ સોફ્ટવેયર એપ્લિકેશન તૈયાર કરી છે. તીવ્ર નામની મોબાઈલ એપ્લિકેશનથી ઝડપથી મોબાઈલમાં ફરિયાદ નોંધાઈ જશે. શહેરના દરેક પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધવાની સત્તા ધરાવતા પોલીસકર્મીઓને તીવ્ર એપ્લિકેશનની ટ્રેનિંગ આપી દેવામાં આવી છે. તીવ્ર મોબાઈલ એપ્લિકેશનથી મોબાઈલ ફોન પર સામાન્ય ગુનાની ફરિયાદ નોંધીને પંચનામું અને ચાર્જશીટની કાર્યવાહી થઈ શકશે.

'તીવ્ર' મોબાઈલ એપ્લિકેશનથી કઈ રીતે નોંધી શકાશે ફરિયાદ?

*       આ એપ્લિકેશનથી પોલીસ ઝડપથી મોબાઈલ ફોનમાં ફરિયાદ નોંધી લેશે.

*       FIR નોંધવાથી માંડીને પંચનામું, ચાર્જશીટ કરવા સુધીની કામગીરી આ એપ્લિકેશનના માધ્યમથી થઈજશે.

*       આ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે પોલીસકર્મીએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

*       એડમિન પેનલના ઉચ્ચ અધિકારીઓ પણ આ એપ્લિકેશનના ઉપયોગ પર નજર રાખી શકશે.

*       ફરિયાદી અને આરોપીનું નામ લખતા જ ફરિયાદ તૈયાર થઈ જશે.

*       સૌથા મહત્વની બાબત એ છે કે, પોલીસ બોલશે અને મોબાઈલમાં FIR નોંધાઈ જશે.

*       તીવ્ર એપ્લિકેશનમાં સામાન્ય ગુનાની FIR અને ચાર્જશીટ મોબાઈલમાં અપલોડ થશે.

*       FIRમાં ફોરમેટ મહદઅંશે સરખું રહેતું હોય તે તીવ્ર એપ્લિકેશનથી નોંધવામાં આવશે.

(9:50 pm IST)
  • દેશમાં કોરોના કેસનો આંકડો 18 લાખને પાર પહોંચ્યો : રાત્રે 10 વાગ્યે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 18.04,258 થઇ : વધુ 753 લોકોના મોત સાથે મૃત્યુઆંક 38.158 થયો : રાત્રે 10 વાગ્યા સુધીમાં નવા 52,087 કેસ નોંધાયા અને વધુ 39,966 દર્દીઓ રિકવર થયા access_time 10:19 pm IST

  • ગાંધીનગર બેઠકના સાંસદ અને ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં: યોગાનુયોગ ગાંધીનગરના કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડા અને ગાંધીનગર સાંસદ ગૃહમંત્રી અમિતભાઇ શાહનો કોરોના રિપોર્ટ પોઝીટીવ : બંને જન પ્રતિનિધિ એક જ દિવસે કોરોના સંક્રમિત access_time 12:41 am IST

  • દેશમાં કોરોનાનો કહેર : છેલ્લા 24 કલાકમાં 54,865 કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 17,51,919 કેસ થયા :5,67,205 એક્ટિવ કેસ :કુલ 11,46,879 દર્દીઓ રિકવર થયા :વધુ 852 લોકોના મોત :મૃત્યુઆંક 37,403 થયો :મહારાષ્ટ્રમાં નવા 9601 કેસ : તામિલનાડુમાં 5879 કેસ : આંધ્રપ્રદેશમાં નવા 9276 કેસ: દિલ્હીમાં 1118 કેસ : કર્ણાટકમાં નવા 5172 કેસ :ઉત્તર પ્રદેશમાં 3587 કેસ અને પશ્ચિમ બંગાળમાં વધુ 2589 કેસ :બિહારમાં 3521 નવા કેસ, તેલંગાણામાં 2083 કેસ,રાજસ્થાનમાં 1160 કેસ અને આસામમાં 1457 નવા કેસ અને ઓરિસ્સામાં 1602 કેસ નોંધાયા access_time 12:42 am IST