Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

સુરતના હીરા દલાલે ૧૫ કરોડ રૂપિયાનું ઉઠમણું કર્યું

કોરોનાના કહેરમાં હીરા બજાર પર ઊઠમણાં રૂપી કાળ : મહિધરપુરા હીરા બજારમાં વર્ષોથી દલાલી કરતો સૌરાષ્ટ્રવાસી દલાલ નાસી જતાં વેપારીઓમાં ઉચાટ

સુરત, તા. : હીરા ઉદ્યોગની હાલત કોરોનાને કારણે કફોડી થઇ છે ત્યારે શહેરના હીરા બજારમાં દલાલી કરતા વધુ એક દલાલે ઉઠમણું કર્યું હોવાની વાત વહેતી થઇ છે. જેના કારણે દલાલ હસ્તક કામ કરનારા વેપારીઓ અને નાના દલાલો દોડતા થયા છે.

સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, શહેરના મહિધરપુરા હીરા બજારમાં વર્ષોથી હીરા દલાલી કરનાર એક સૌરાષ્ટ્રવાસી હીરા દલાલ રૂપિયા ૧૫ કરોડમાં ઉઠમણું કરીને નાસી ગયો છે. હીરા દલાલ કેટલાક નાના મોટા વેપારીઓ પાસેથી હીરા લઇને દલાલીનું કામ કરતો હતો. ઉપરાંત કેટલાક નાના દલાલો પાસેથી પણ ડાયમંડ લઇને દલાલી કરતો હતો. ઉલ્લેખનિય છે કે, ગત સપ્તાહે એક વેપારી રૂપિયા કરોડમાં ઉઠમણું કરીને નાસી ગયો હતો અને હવે દલાલે હાથ ઉંચા કરી દેતા હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે. હીરા દલાલ સાથે કામ કરનારા વેપારીઓ અને દલાલોએ હાલમાં તેની શોધખોળ હાથ ધરી છે. તેમજ તેને હાજર કરવા માટેના પ્રયાસો પણ હાથ ધર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

(9:38 pm IST)
  • આજનો દિવસ રાજકોટ માટે અતિ ભારે રહ્યો : મોડી રાત્રે વધુ 2 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા : શાંતવન સોસાયટીમાં રહેતા 40 વર્ષીય રવિરાજસિંહ જાડેજા અને તુલીપ એપાર્ટમેન્ટમાં રહેતા 54 વર્ષીય દિનેશભાઇ દેડકીયાને કોરોના વળગ્યો :લોકો ફફડી ઉઠ્યા : શહેરમાં કુલ 187 કેસ થયા : જિલ્લામાં 142 કેસ મળીને કુલ કેસની સંખ્યા 329 થઇ access_time 12:11 am IST

  • પોલીસ કેસની તપાસને લઈને ગુજરાત ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણંય : હવે પાંચ વર્ષ કે તેથી ઓછી સજાવાળા કેસની તપાસ પોલીસ અધિકારી હવે પોલીસ કોન્સ્ટેબલને આપી શકશે : કામનું ભારણ ઓછું કરવા અને યોગ્ય તપાસ થઇ શકે એટલા માટે ડીજીપીએ સરકારી ભલામણ કરી હતી અને હવે સરકારે આ નિર્ણંય લીધો છે access_time 10:27 pm IST

  • ભારતમાં કોરોનાએ કહેર વર્તાવ્યો : છેલ્લા 24 કલાકમાં 19,424 નવા કેસ નોંધાયા: રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 6,05,216 કેસ થયા : 2,27,411 એક્ટિવ કેસ :કુલ 3,59,891 દર્દીઓ રિકવર થયા :વધુ 438 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 17,848 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 5537 કેસ સાથે કુલ કેસની સંખ્યા 1,80,298 થઇ: તામિલનાડુમાં નવા 3882 કેસ :દિલ્હીમાં વધુ 2442 કેસ નોંધાયા: કર્ણાટકમાં 1272 નવા કેસ : તેલંગાણામાં નવા 1018 કેસ નોંધાયા access_time 1:11 am IST