Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

ભિલોડા તાલુકાના સુનોખ ગામે રાત્રીના સમયે તસ્કરોએ બે મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના સહીત રોકડની ઉઠાંતરી કરી

ભિલોડા:તાલુકાના સુનોખ ગામમાં રવિવારે રાત્રે તસ્કરો ત્રાટકયા હતા.બે મકાનને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. ઘરના સભ્યો મકાનની બહાર આંગણામાં સૂઈ રહયા હતા. ત્યારે તસ્કરોએ મકાનના પાછળના ભાગે આવેલા સિમન્ટની બારી કાઢી મકાનમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં રખાયેલા તિજોરીનું લોક તોડી સોના-ચાંદીના દાગીનાની લૂંટ મચાવી હતી.

 અંદાજે બે મકાનમાંથી ૧૫ તોલાના સોનાના દાગીના,ચાંદીના દાગીના,રોકડ રકમ,કપડા સહિતના સરસામાન ની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા.અંદાજે કુલ રૂપિયા .૮૦ લાખની મત્તા ચોરાઈ હતી. જે અંગે બંને પરિવારોએ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરીયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા ચોરો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ભિલોડાના સુનોખ ગામે રહેતા કરણસિંહ રણજીતસિંહ ઉદાવત ના મકાનમાં ગત રવિવારે રાત્રે તસ્કરો ત્રાટકયા હતા.ઘરના પાછળના ભાગે બારી તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં રખાયેલા સર-સામાનને રફેદફે કરી ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં તિજોરીમાં રખાયેલ તેમના અને દિકરીના સોનાના દાગીના ની ચોરી થઈ હતી.  જેમાં આશરે સાડા અગિયાર તોલા સોનાના દાગીના જેની કિં.રૂ.,૪૫,૦૦૦/-,પોસ્ટનું સર્ટી,રોકડ રકમ રૂ. ૬૦૦૦/- તથા કપડા કિં. રૂ.૨૦૦૦/- મળી કુલ રૂપિયા ,૫૩,૦૦૦/- ની મત્તાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા.

 

(4:56 pm IST)