Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

કાકડવા ગામમાં ટ્રેક્ટર નીચે દબાઈ ગયેલા વ્યક્તિનું સ્થળ પર મોત થતા ચાલાક વિરુદ્ધ ગુનો નોંધાયો

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા : નાંદોદ તાલુકાના કાકડવા ગામમાં ટ્રેક્ટર નોચે દબાઈ જનાર ઇસમનું ઘટના સ્થળે મોત નિપજતા ટ્રેક્ટર ચાલાક વિરુદ્ધ આમલેથા પોલીસ મથકે ફરીયાદ થઈ છે.

  પ્રાપ્ત માહિતી મુજબ બાબુભાઈ હકમસીંગ વસાવાની ફરીયાદ અનુસાર ટ્રેકટર નંબર GJ22 H 6389 નો ચાલક નિલેશભાઈ શંકરભાઈ વસાવા( રહે કાકડવા તા.નાંદોદ) એ પોતાના કબજાનુ ટ્રેકટર બેફિકરાઇપણે ચલાવી લાવી પલ્ટી ખવડાવતા વિક્રમભાઈ મોરલીભાઈ વસાવા( ઉવ.૨૧ )) (રહે કાકડવા ) ટ્રેકટર નીચે દબાઈ જતા ગંભીર ઇજાઓ પહોચાડી સ્થળ ઉપર મોત નિપજાવી ગુનો કરતા આમલેથા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

(11:28 am IST)