Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

રાજપીપળા નવા ફળિયાના વકીલને મોબાઈલ પર ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ ફરીયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નવા ફળીયા વિસ્તારમાં રહેતા એક વકીલને મોબાઈલ ફોન ઉપર ધમકી આપનાર શખ્શ વિરુદ્ધ વકીલે ફરીયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
  પ્રાપ્ત વિગતો મુજબ આદીલખાન હબીનખાન પઠાણ(રહે.નવા ફળીયા રાજપીપલા )પોતે વકીલ છે તેમની ફરીયાદ અનુસાર હનીફ ગુલામનબી શેખ (રહે.નવાફળીયા )એ આદિલખાનને જાહેરમાં તેમજ તેમના મોબાઇલ ફોન ઉપર ધાક ધમકી આપી બીભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા તથા આદિલખાન પોતે શાંત સ્વભાવના વ્યક્તિ હોય હનીફ શેખ થી તેમની જાનને જોખમ હોય જેથી તેના વધુ વર્ષના અને વધુ રકમના જામીન લેવા તેમજ ભારતીય જનતા પાર્ટીની છબી જાહેરમાં ખરાબ કરવા બદલ તેની સામે ફોજદારી ધારા જોગવાઇઓ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા બાબતેની ફરીયાદના આધારે રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:57 am IST)