Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

કોરોનાની બીજી લહેરમાં રાજ્યના 9 જિલ્લાઓમાં મોટી રાહત : નવા કેસની સંખ્યા 10 કરતા ઓછી

અમદાવાદ 6, ગાંધીનગરમાં 6, નર્મદા 4, મોરબી 3, તાપી 3, બોટાદ 1, છોટા ઉદેપુરમાં 1, સુરેન્દ્રનગર 1 અને ડાંગમાં 0 કેસ

અમદાવાદ : કોરોનાની બીજી લહેરમાં રાજ્યના કેટલાક જિલ્લાઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. નવા કેસની સંખ્યા 10 કરતાં પણ ઓછી આવી છે. જેમાં અમદાવાદ 6, ગાંધીનગરમાં 6, નર્મદા 4, મોરબી 3, તાપી 3, બોટાદ 1, છોટા ઉદેપુરમાં 1, સુરેન્દ્રનગર 1 અને ડાંગમાં 0 કેસ નોંધાયા છે. જ્યારે આ 9 જિલ્લામાં એક પણ મોત નથી થયું.

જેમાં અમદાવાદ 30, , ગાંધીનગરમાં 24, નર્મદા 29, મોરબી 18, તાપી 11, બોટાદ 3, છોટા ઉદેપુરમાં 7, સુરેન્દ્રનગર 24 અને ડાંગમાં 12 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે

(12:52 am IST)