Gujarati News

Gujarati News

News of Thursday, 2nd March 2023

મંથન લોકવિજ્ઞાન કેન્દ્ર રાજપીપલા દ્વારા જાણીતા વિજ્ઞાન લેખકનુ આબોહવા પરિવર્તન વિષય ઉપર વ્યાખ્યાન યોજાયું.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : મંથન લોકવિજ્ઞાન કેન્દ્ર રાજપીપલા દ્વારાવિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગ રૂપે જાણીતા વિજ્ઞાન લેખક દીપક જગતાપનુ આબોહવા પરિવર્તન વિષય ઉપર એમ. આર. વિદ્યાલય, રાજપીપલા ખાતે વ્યાખ્યાન યોજાયું હતું. 

આ પ્રસંગે મંથન લોકવિજ્ઞાન કેન્દ્રના કલ્પનાબેન રજવાડીએ અમિષાબેન પવારની ઉપસ્થિતિમાં દીપક જગતાપનો પરિચય આપી તેમને આવકાર્યા હતા.જેમાં વક્તા તરીકે દીપક જગતાપે "આબોહવા પરિવર્તનની અસરોને ઘટાડવામાં વિજ્ઞાન અને ટેકનોલોજીની ભૂમિકા" વિષય ઉપર વિદ્યાર્થીઓને દેશ અને દુનિયામાં આબોહવા પરિવર્તનની વૈજ્ઞાનિક ઘટનાઓથી વાકેફ કર્યા હતા.

જેમાં દીપક જગતાપે જણાવ્યું હતું કે આપણી આસપાસની આબોહવાની અસર પૃથ્વી પર વસાતા તમામ મનુષ્યો, પશુ પંખીઓ અને પ્રકૃતિ પર જુદી અસરો થતી હોય છે.માનવ સર્જિત કે કુદરતી કારણોસર પૃથ્વીની આબોહવામાં સમયે સમયે ફેરફારો થતાં રહે છે.જેમકે સરેરાશ તાપમાનમાં વધારો, વરસાદની માત્રામાં ફેરફારો, વાવાઝોડાની ઘટનાઓમાં વધારો, વગેરે ને આબોહવા પરિવર્તન કે વૈશ્વિક ઉષ્ણતા કહેવામાં આવે છે.સદીના અંત સુધીમાં 1.4 થી 5.8 cm તાપમાનમાં વધારો થઈ રહ્યો છે.સમુદ્રની સપાટી 18 થી 50 સેન્ટીમીટર વધી રહી છે.સમયાંતરે કુદરતી કારણોસર આબોહવામાં પરિવર્તન થતા રહે છે પરંતુ છેલ્લા સો વર્ષોમાં થયેલા પરિવર્તનો માટે મુખ્યત્વે માનવ નિર્મિત કારણોજ જવાબદાર છે.

વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 100 વર્ષોમાં પૃથ્વીની આબોહવામાં અનેક ફેરફારો થયાં છે વૈશ્વિક તાપમાન વધ્યુંછે.વરસાદ વધ્યોછે. વાવાઝોડાની ઘટનાઓ વઘીછે.જમીનમાંથી નીકળતા પેટ્રોલ ડીઝલ કોલસો વગેરેના વપરાશથી(CO2, મિથેન,ઓઝોન, સીએફસી, નાઈટ્રસ ઓક્સાઈડ) વાયુનું પ્રમાણ વધ્યું. આ વાયુઓ તાપમાનમાં વધારો કરે છે. 

 

એ ઉપરાંત વૃક્ષોનું નિકંદન વધતું જતું હવા પ્રદુષણ

ઔદ્યોગિક પ્રદૂષણ,એસિડ રેઇનથી માનવ સૃષ્ટિ, જળ સૃષ્ટિને નુકસાન,ધ્રુવીય પ્રદેશ બરફ આચ્છાદિત વિસ્તારોમા હિમશીલાઓ પીગળી રહી છે. જેને કારણે નદીઓમાં પૂર સંકટ,સમુદ્રની ગરમી જમીનની તુલનામાં વધુ વરાળ દ્વારા ગરમી ગુમાવે છે. સમુદ્રના તાપમાનમાં વધારો તેમજ સમુદ્રના ઓક્સિજનમાં ઘટાડોથઈ રહ્યો છે તેની ચિંતા વ્યક્ત કરાઈ હતી.બીજી તરફ રણ વિસ્તારો વધી રહ્યા છે.રશિયા યુક્રેન યુદ્ધમાં વપરાતા રાસાયણિક હથિયારો, પ્રદૂષણ ઉષ્ણતામાનમાં વધારો,મિસાઈલો છોડાય છે.યુદ્ધ પછી તાપમાન વધ્યું છે 

સદીના અંત સુધીમાં 1.4 થી 5.8 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાનમાં વધારોતેમજ સમુદ્રની સપાટી 18 થી 50 સેન્ટીમીટરનો વધારો ચિંતા જનક હોવાનું દીપક જગતાપે જણાવ્યું હતું.આબોહવા પરિવર્તનને કારણે 1000થી વધુ પ્રાણીઓને  જાતિ 2050 સુધીમાં લુપ્ત થઈહોવાની આશન્કા પણ વ્યક્ત કરી હતી

(12:16 am IST)