Gujarati News

Gujarati News

News of Thursday, 2nd March 2023

રાજપીપળા એસટી ડેપોના સફાઈ કર્મીઓને બે મહિનાથી પગાર નહિ મળતા હડતાળ નું હથિયાર ઉગામ્યું

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા એસટી ડેપોમાં સામી હોળીનાં પર્વ માં સફાઈ કામદારોને પગાર નહિ મળતાં હડતાળ પર જતા ગંદકી માં વધારો થયો છે

મળતી માહિતી અનુસાર સરકાર દરેક સરકારી કચેરીઓમાં કે એસટી ડેપોમાં પણ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ રાખતા હોય છે પરંતુ અમુક કોન્ટ્રાકટર દ્વારા કર્મચારીઓને સમયસર પગાર મળતો ન હોવાથી તહેવારોનાં સમયમાં ગરીબ કર્મીઓની હાલત ખરાબ થઇ પડે છે જેમાં રાજપીપળા એસટી ડેપોમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા છ જેવા કર્મચારીઓ ને બે મહિના પૂરા થવા છતાં હજુ સુધી પગાર નહિ મળતાં તમામ સફાઈ કર્મીઓએ હડતાળનું હથિયાર ઉગામ્યું છે

કર્મચારીઓનું કહેવું છે કે બે મહિના પૂરા થયા અને ત્રીજો મહિનો શરૂ થયો હોવા છતાં હજુ પગારનાં રૂપિયા એમને મળ્યા નથી થોડાક દિવસમાં હોળી ધુળેટી નો તહેવાર છે તો આ મોંઘવારીમાં અમે અમારા પરિવારનું ગુજરાન કઈ રીતે પૂરું કરીયે માટે અમે પગાર નહી મળતાં હડતાળ પર ઉતર્યા છીએ અને કામ બંધ કર્યું છે.એમને નિયમિત પગાર મળે તેવી પણ અમારી માંગ છે.

 

(12:14 am IST)