Gujarati News

Gujarati News

News of Thursday, 2nd March 2023

અંકલેશ્વરમાં 24 કલાકમાં અલગ અલગ વિસ્તારમાં બે આશાસ્પદ યુવાનોએ આપઘાત કરતા ચકચાર

નાના ભાઇના લગ્ન થઈ જતા માઠું લાગતા જંતુનાશક દવા ગટગટાવ્યા બાદ મોટાભાઈએ ચાદર વડે ગળેફાંસો ખાઈ લીધો : પરપ્રાંતીય યુવાને અગમ્ય કારણોસર દોરી વડે ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો

અંકલેશ્વરમાં કંપનીમાં નોકરી કરતા એક યુવાને પોતાના નાના ભાઇના લગ્ન થઈ જતા લાગી આવતા ઘરે પેહલા જંતુનાશક દવા ગટગટાવ્યા બાદ ચાદર વડે ગળેફાંસો ખાઈ લીધો હતો.

અંકલેશ્વરમાં 24 કલાકમાં બે અલગ અલગ વિસ્તારમાં બે આશાસ્પદ યુવાનોએ અલગ અલગ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

 મૂળ હાંસોટ તાલુકાના કંટીયાજાળના અને હાલ અંકલેશ્વર-હાંસોટ રોડ પર આવેલી માં રેસિડેન્સીમાં રહેતા 28 વર્ષીય મીનેશ સુરેશભાઈ મોન્ટુ પટેલ નામના યુવાનને ગતરોજ પોતાના ઘરમાં એકલો હતો તે સમયે અગમ્ય કારણોસર પંખા સાથે ફાંસો લગાવી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેના મિત્રએ તેને ફોન કરતા તેણે ફોન નહિ ઉપાડતા મિત્રોએ તપાસ કરતા તે ગળે ફાંસો લગાવેલી હાલતમાં મળી આવ્યો હતો.

 આ અંગે અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. યુવાનના નાના ભાઈ ગૌરાંગના લગ્ન થઈ જવાથી પોતે રહી ગયો હોય લાગી આવતા પેહલા જંતુનાશક દવા પીધી હતી. બાદમાં ચાદરનો ફંડો બનાવી આપઘાત કરી લીધો હતો.

  જયારે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ઇન્ડોકેમ એસ્ટેટની પૂનમ એન્ટર પ્રાઈઝના પ્લોટ પર શ્રમિક કોલોનીના રૂમમાં વધુ એક પરપ્રાંતીય યુવાને અગમ્ય કારણોસર દોરી વડે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. આ અંગે શ્રમિકોએ અંકલેશ્વર જી.આઈ.ડી.સી .પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતક યુવાનના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના રૂમમાંથી મળેલ પાનકાર્ડમાં દીપક નાયક હોવાનું જણાવ્યા મળ્યું છે.

(10:48 pm IST)