Gujarati News

Gujarati News

News of Thursday, 2nd March 2023

GPSC દ્વારા 26મીએ લેવાનાર મદદનીશ ઈજનેરની પ્રાથમિક કસોટી મોકુફ મદદનીશ ઈજનેર વર્ગ-2 ની પરીક્ષા મોકુફ રખાઈ :આગામી દિવસોમાં નવી તારીખ કરાશે જાહેર : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ટ્વિટ કરીને જાહેરાત

 અમદાવાદ ;  GPSC આગામી તારીખ 26.03.2023 નાં રોજ આયોજીત પરીક્ષાઓ પૈકી મદદનીશ ઈજનેર વર્ગ-2 ની પ્રાથમિક કસોટી હાલ પુરતી મુલત્વી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.  ત્યારે પરીક્ષાની નવી તારીખ નક્કી કર્યા બાદ વેબસાઈટ પર મુકવામાં આવશે. તેમજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ટ્વિટ કરીને જણાવ્યું છે.

   
(10:36 pm IST)