Gujarati News

Gujarati News

News of Thursday, 2nd March 2023

સુરતના ભીમરાડમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના બિલ્ડીંગમાં સાઈટમાં 14મા માળેથી લાકડું પડતા શ્રમિકનું ઘટના સ્થળે મોત

મજુરને કોઈ પણ પ્રકારના સેફટી સાધન પેહરાવ્યા વગર જ કોન્ટ્રાકટર દ્વારા કામ કરાવાતું હોવાથી અન્ય શ્રમિકોમાં પણ રોષનો માહોલ

સુરતના ભીમરાડમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના બિલ્ડીંગમાં કામ કરતા શ્રમિક યુવકનું મોત થયું હોવાની માહિતી મળી છે. બિલ્ડીંગ નીચે કામ કરી રહેલા યુવક પર 14મા માળેથી લાકડું પડતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે. હાલ મૃતક યુવકનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. અલથાણ પોલીસ મથકમાં અકસ્માત મોતનો ગુનો નોંધી પોલીસ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સુરતમાં ભીમરાડ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના નિર્માણાધીન બિલ્ડીંગ ખાતે કામ કરી રહેલા શ્રમિક ઉપર 14માં માળેથી લાકડું પડ્યું હતું. જેના લીધે શ્રમિક યુવકને ગંભીર ઈજાઓ થઇ હતી. કોન્ટ્રાકટરની ગંભીર બેદરકારીના લીધે આખરે શ્રમિકે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. મજુરને કોઈ પણ પ્રકારના સેફટી સાધન પેહરાવ્યા વગર જ કોન્ટ્રાકટર દ્વારા કામ કરાવવામાં આવી રહ્યું હતું. જેથી અન્ય શ્રમિકોમાં પણ રોષનો માહોલ  સર્જાયો છે.

 

(9:53 pm IST)