Gujarati News

Gujarati News

News of Thursday, 2nd March 2023

કાલથી અમદાવાદ શહેરના 11 વોર્ડમા પાણી કાપ . : ત્રણ દિવસ સવાર અને સાંજ પાણી પુરવઠો બંધ

સરખેજ – ગાંધીનગર હાઇવે પર આવેલ મેઇન લાઇનમાં લિકેજ રિપેરીગ કામ ચાલુ હોવાથી 5 માર્ચ સુધી પાણી મુકાયો

અમદાવાદ :આવતીકાલથી અમદાવાદ શહેરના 11 વોર્ડમા પાણી કાપ રહેશે. 3 માર્ચથી લઈને 5 માર્ચ સુધી સવાર અને સાંજ પાણી કાપ રહેશે,સરખેજ – ગાંધીનગર હાઇવે પર આવેલ મેઇન લાઇનમાં લિકેજ રિપેરીગ કામ ચાલુ હોવાથી 5 માર્ચ સુધી પાણી કાપ મુકવામાં આવ્યો છે. જેમાં થલતેજ, સરખેજ, રાણીપ, વાડજ, વેજલપુર, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડીયા, બોડકદેવ તેમજ જોધપુરમાં પાણી પૂરવઠની અસર થશે

અમદાવાદ શહેરમાં ઉત્તર પશ્ચિમ ઝોન , દક્ષિણ પશ્ચિમ ઝોન , અને પશ્ચિમ ઝોનના કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આધારિત વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાંથી કાલથી એટલે કે 3 માર્ચથી 5 માર્ચ સુધી પાણીનો સવાર અને સાંજનો સપ્લાય બંધ રહેશે. તેમજ આગામી 6 માર્ચ રોજ સવારનો પાણીનો જથ્થો ઉપલબ્ધ જથ્થા મુજબ આપવામા આવશે. AMC દ્વારા ચાર વોર્ડમા વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. AMC પોતાના બોર ચોવીસ કલાક ચાલુ રાખશે અને શક્ય બંને તેટલો પાણીનો જથ્થો ચાર વિસ્તારમાં અપાશે. ચાર ઝોન બાદ અન્ય ઝોન પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોન અને ઉત્તર પશ્ચિમ ઝોન વિસ્તારમાં પાણી રાબેતા મુજબ મળશે.

   
(9:26 pm IST)