Gujarati News

Gujarati News

News of Thursday, 2nd March 2023

અમદાવાદ ફરી એક વખત ડ્રગ્સની હેરાફેરીનું નેટવર્ક ઝડપાયું : 40 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે જાવેદ અંસારીને દબોચી લેવાયો

રાજસ્થાનના નાગોરથી એસ.ટી બસમાં ડ્રગ્સની હેરાફેરીનું નેટવર્ક :એસ.ઓ.જી ક્રાઇમએ એક આરોપી ધરપકડ કરી ડ્રગ્સનો જથ્થો પકડ્યો :ક્રાઇમ એસ.ઓ.જીની ગિરફતમાં રહેલ જાવેદ અન્સારી ડ્રગ્સની હેરાફેરી કરતા એસ.ઓ.જી હાથે ઝડપાયો

અમદાવાદ શહેરમાં ફરી એક વખત ડ્રગ્સની હેરાફેરીનું નેટવર્ક ઝડપાયું.ડ્રગ્સનું હબ કહેવાતા રાજસ્થાનના નાગોરથી એસ.ટી બસમાં ડ્રગ્સની હેરાફેરીનું નેટવર્ક ચાલતું હતું.એસ.ઓ.જી ક્રાઇમએ એક આરોપી ધરપકડ કરી ડ્રગ્સનો જથ્થો પકડ્યો છે. જેમાં ક્રાઇમ એસ.ઓ.જીની ગિરફતમાં રહેલ જાવેદ અન્સારી ડ્રગ્સની હેરાફેરી કરતા એસ.ઓ.જી હાથે ઝડપાયો છે. એસ.ઓ.જીની ટીમને બાતમી મળી હતી કે રામોલ ડી માર્ટ નજીક ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે

 આ બાતમીના આધારે રેડ કરતા જાવેદ અન્સારી ઝડપાયો તેની પાસેથી 40 ગ્રામ એમ.ડી ડ્રગ્સની જેની કિંમત ચાર લાખ રુપિયા થાય છે આ ડ્રગ્સનો જથ્થો એસ.ઓ.જી જપ્ત કર્યો. એસ.ઓ.જીની તપાસમાં આરોપી જાવેદ એક ટ્રીપના 5 હજાર રૂપિયા કમિશન મેળવતો હોવાનું ખુલ્યું છે. આ આરોપી જાવેદની સાથે સોહેલ રોઝા નામનો શખ્સ પણ ડ્રગ્સની હેરાફેરી માટે આવ્યો હતો પરંતુ એસ.ઓ.જી રેડ કરતા ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

 

જેમાં પકડાયેલ આરોપીની તપાસમાં રાજસ્થાન ના નાગોર વિસ્તારમાં ડ્રગ્સના હેરાફરીનું નેટવર્ક ચાલતું હોવાનો ખુલાસો થયો છે..નાગોર ડ્રગ્સનું હબ કહેવામાં આવે છે..જેથી છેલ્લા ઘણા સમયથી રાજસ્થાન નાગોરથી જ ડ્રગ્સ અમદાવાદમાં ઘુસાડવાના નેટવર્ક સામે આવ્યું છે..આરોપી જાવેદ પણ એસટી બસ મારફતે નાગોર થી અમદાવાદ આવતો હતો અને અમદાવાદના ડ્રગ્સ પેડલરોને ડ્રગ્સનો જથ્થો આપતો હતો..જેની એક ટ્રીપના તેને 5 હજાર રૂપિયા મળતા હતા.હાલ એસ.ઓ.જી દ્વારા ડ્રગ્સ મામલે નાગોર અને પાલીના કનેક્શન લઈ આરોપીની પૂછપરછ શરૂ કરાઇ છે.

નાગોર ડ્રગ્સ નેટવર્કમાં જવેદ અન્સારી જેવા અન્ય ડ્રગ્સ પેડલરો પણ સક્રિય હોવાની શકયતા એસ.ઓ.જી વ્યક્ત કરી છે.હાલમાં ડ્રગ્સ આપનાર વોન્ટેડ સોહેલ ઉર્ફે આર્યેન રાજાની શોધખોળ શરૃ કરી છે..આ ઉપરાંત રાજસ્થાન નાગોર વિસ્તારમાં એસ.ઓ.જીની ટીમે તપાસ શરૂ કરી છે.

(8:53 pm IST)