Gujarati News

Gujarati News

News of Thursday, 2nd March 2023

ધોળકામાં હત્યાને અકસ્માતમાં ખપાવવાના પ્રયાસનો ચોંકાવનારો ખુલાસો: અનૈતિક સબંધોની આશંકાએ પુત્રએ જ કરી પિતાની હત્યા

. પિતા પુત્ર વચ્ચેના ઝગડાનું કારણ પિતા ભરતભાઈને તેના પુત્રની જ પત્ની એટલે પુત્રવધુ સાથે અનૈતિક સબંધો હતા: ધોળકાના બેગવા ગામની ચકચારી ઘટના

અમદાવાદ જિલ્લાના ધોળકામાં એક વ્યક્તિની હત્યાને અકસ્માતમાં ખપાવવાના પ્રયાસનો મોટો ખુલાસો થયો છે. થોડા દિવસ પહેલા એક વ્યક્તિનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું અને તેની જાણ મૃતકનાં પત્નીએ પોલીસને કરી હતી. પરંતુ પોલીસની તપાસમાં અકસ્માત નહિ હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી

 સમગ્ર ઘટનાની વિગત મુજબ અમદાવાદ ગ્રામ્યના ધોળકા તાલુકાના બેગવા ગામમાં આ ચકચારી ઘટના બની છે,જેમાં એક વ્યક્તિનું 22 ફેબ્રુઆરીનાં મોત નિપજે છે. જેને લઇને મૃતકની પત્ની જસીબેન પગી કોઠ પોલીસ સ્ટેશનમાં પતિ ભરતભાઈ પગીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી જેમાં મૃત્યુ થયું હોવાની જાણ કરે છે.આ સમગ્ર મામલે પોલીસ પણ તપાસ કરતા હકીકત કઈક અલગ જ સામે આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ભરતભાઈ પગીનું મોત અકસ્માત થી નહિ થયું પણ ભરતભાઇની હત્યા કરવામાં આવી છે. પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતા સામે આવ્યું કે ભરતભાઈ અને તેનો પુત્ર મહેન્દ્ર વચ્ચે અવાર નવાર ઝઘડાઓ થતાં હતાં.

22 ફેબ્રુઆરીના દિવસે પણ પિતા પુત્ર વચ્ચે ઝઘડો, બોલાચાલી અને મારામારી થઈ હતી જેમાં પુત્ર મહેન્દ્રએ પિતા ભરતભાઈને માથાના ભાગે માર મારતા તેનું મોત નિપજ્યું હતું. પિતા પુત્ર વચ્ચેના ઝગડાનું કારણ એવું હતું કે પિતા ભરતભાઈને તેના પુત્રની જ પત્ની એટલે પુત્રવધુ સાથે અનૈતિક સબંધો હતા.

  પત્ની અને પિતા વચ્ચેના સંબંધોને લઇને પિતા પુત્ર વચ્ચે અનેક વખત ઝધડાઓ થતાં હતાં અને ગામમાં પણ લોકો વાતો કરતા હતા જેને કારણે પુત્ર ઉશ્કેરાઈ ગયો હતો અને 22 ફેબ્રુઆરીના લાકડાનો ફટકો કરી પિતાની હત્યા નિપજવા દીધી. પિતાની હત્યા બાદ પોલીસને શંકા જાય નહિ તેના માટે હત્યાને અકસ્માતમાં ખપાવી દીધી હતી. સમગ્ર મામલાની જાણ મૃતક ભરતભાઈની પત્નીને પણ હતી, પરંતુ તેણે પણ પોલીસને ગેરમાર્ગે દોરી હતી. હાલ તો પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

(8:06 pm IST)