Gujarati News

Gujarati News

News of Thursday, 2nd March 2023

ગામ નમૂના નં. ૬ માં હયાતીમાં હકકદાખલ નોંધ હવે ઓનલાઇન

ગાંધીનગર તા. રઃ ગુજરાત જમીન મહેસૂલ અધિભનિયમ, ૧૮૭૯ ની કલમ-૧૩પ (ગ) માં હયાતીમાં હકક સંપાદન કરવાની જોગવાઇ કરવામાં આવેલ છે. હાલમાં, હયાતીમાં હકક દાખલ કરવા માટેની ફેરફાર નોંધની અરજી અરજદાર દ્વારા નિયત કરેલ અરજી ફોર્મમાં જરૂરી પુરાવા જેવા કે હયાતીમાં હકકદાખલનો સંમતિલેખ, તલાટીએ બનાવેલ અસલ પેઢીનામા સાથે ઇ-ધરા કેન્‍દ્રમાં કરવામાં આવે છે. જે ઇ-ધરા નાયબ મામલતદાર દ્વારા ચકાસીને જો અરજી સાથે તમામ પુરાવાઓ રજુ કરેલ હોય કે ના હોય તો પણ કાચી નોંધ પાડવામાં આવે છે તથા અરજદારને જે રસીદ આપવામાં આવે તેમાં ખુટતા પુરાવાઓની વિગતો દર્શાવવામાં આવે છે. જરૂરી તમામ પુરાવાઓ રજુ થયેલ હોય તો કાચી ફેરફાર નોંધ જ નરેટ થયા બાદ ૧૩પ-ડી ની નોટીસ અરજદાર અને સંબંધિતોને મોકલી આપવામાં આવે છે.ઉપરોકત ઓફલાઇન પધ્‍ધતિને બદલે વહીવટી પ્રક્રિયા કોમ્‍પ્‍યુટરાઇઝડ, સુદ્‌ઢ અને ઝડપી બનાવવા હયાતીમાં હકકદાખલની ફેરફાર નોંધની અરજી પણ ઓનલાઇન કરવાનો સરકારે નિર્ણય કર્યો છે.

હયાતીમાં હકકદાખલ કરવાની ફેરફાર નોંધ માટે અરજદારે htpp://iora.gujarat.gov.in પર ઓનલાઇન હયાતીમાં હકકદાખલ નોંધ માટેની અરજી તે મુજબનો વિકલ્‍પ પસંદ કરવાનો રહેશે. અરજી ફોર્મમાં જણાવેલ તમામ વિગતો શ્રુતિ ફોન્‍ટમાં ભરવાની રહેશે. હિત ધરાવનાર તમામના નામ, સરનામા, મોબાલ નંબર, ઇ-મેઇલ એડ્રેસ (જો હોય તો ) ની વિગતો જણાવવાની રહેશે. અરજદારે ઓનલાઇન અરજી સાથે હયાતીમાં હકકદાખલનો સંમતિલેખ તથા પેઢીનામું સ્‍કેન કરીને અપલોડ કરવાના રહેશે. આ પ્રમાણે ઓનલાઇન સબમીટ કર્યા તારીખથી મહત્તમ ૧પ દિવસમાં અરજી, હયાતીમાં હકકદાખલનો સંમતિલેખ તથા પેઢીનામાંના અસલ દસ્‍તાવેજો, જે તે તાલુકાના ઇ-ધરા કેન્‍દ્ર ખાતે રજુ કરવાના રહેશે. અરજી સાથે ૭/૧ર, ૮-અ જેવા અન્‍ય કોઇ જ દસ્‍તાવેજ અપલોડ કરવાનો રહેશે નહીં. જો કોઇ ચોકકસ કિસ્‍સા માટે કોઇ કોર્ટનો હુકમ હોય તો તેની વિગતો અપલોડ કરવાની રહેશે.

(4:34 pm IST)