Gujarati News

Gujarati News

News of Thursday, 2nd March 2023

બટેટાથી ઉભરાતી બજારો અને કોલ્‍ડ સ્‍ટોરેજઃ સરકાર મદદ કરશે

કોલ્‍ડ સ્‍ટોરેજમાં ૨૮.૫૬ લાખ મેટ્રિક ટનની ક્ષમતા સામે ૨૭.૨૩નો સંગ્રહ થઇ ગયોઃ કુલ ઉત્‍પાદન ૪૦.૨૬ લાખ મેટ્રિક ટન

 

ગાંધીનગર, તા.૨: ગુજરાતમાં બટાટા પકવતાં ખેડૂતોને યોગ્‍ય ભાવ મળી રહે તે અંગે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્‍ય સરકાર વિચારણા કરશે? તેમ કેબિનેટ બેઠક બાદ મીડિયાને સબોધન કરતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્‍યું હતું.

 ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બટાટાના બમ્‍પર વાવેતરના પરિણામે ભાવ ઓછા રહેવાની સંભાવના સામે ખેડૂતોને નુક્‍સાન ન થાય તે અંગે રાજ્‍ય સરકાર વિચારણા બટાટા પકવતાં મુખ્‍ય જિલ્લાઓમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, આણંદ અને ખેડાનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં બટાટા પાકનું વાવેતર ઓક્‍ટોમ્‍બરથી ડિસેમ્‍બર માસ દરમ્‍યાન થાય છે જેમાં નવેમ્‍બર માસ મુખ્‍ય છે. બટાટાની બજારમાં આવક જાન્‍યુઆરી થી માર્ચ માસ સુધી ચાલુ રહેશે. જેમાંથી અંદાજીત જાન્‍યુઆરી માસમાં (૧૫% કચિયારૂ) બટાટાની આવક બજારમાં આવવા લાગે છે જ્‍યારે કુલ આવકના લગભગ ૭૫્રુ આવક ફેબ્રુઆરી માસમાં અને માર્ચ માસમાં બાકી રહેતી ૧૦% આવક બજારમાં આવે છે.

રાજ્‍યના કોલ્‍ડ સ્‍ટોરેજોની સંગ્રહ ક્ષમતા અંદાજે ૨૮.૫૬ લાખ મે.ટનની છે. જ્‍યારે બટાટાની હાલની પરિસ્‍થિતિ મુજબ બટાટા પાકનો છેલ્લા પાંચ વર્ષનો સરેરાશ વાવેતર વિસ્‍તાર ૧,૨૫,૦૦૦ હેકટર છે. ચાલુ વર્ષે જોતા અંદાજિત ૧,૩૧,૪૩૨ હેક્‍ટર બટાટા પાકનું બમ્‍પર વાવેતર થયું છે, જેમાંથી અંદાજિત ૪૦.૨૬ લાખ મે.ટન જેટલું ઉત્‍પાદન મળેલ છે. જે પૈકી ૨૭.૨૩ લાખ મેટ્રિક ટન બટાટા કોલ્‍ડ સ્‍ટોરેજમાં સ્‍ટોર કરાયા છે. આ વર્ષે બટાટામાં વાવેતર વિસ્‍તાર વધતા અને હવામાન અનુકુળ રહેતાં ઉત્‍પાદનમાં વધારો થયો છે

 

 

 

(4:12 pm IST)