Gujarati News

Gujarati News

News of Thursday, 2nd March 2023

આંતરધર્મીય લગ્ન સંબંધો જેવા ગંભીર મુદ્દે કર્ણાવતીમાં ભારતીય વિચાર મંચની ગોષ્‍ઠી

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ તા. રઃ ભારતીય વિચાર મંચ, કર્ણાવતી કેન્‍દ્ર દ્વારા ‘‘ઇન્‍ટરફૈથ મેરેજીસ એન્‍ડ રીલીજીયસ ફોર્સડ કન્‍વર્સેશન'' વિષય પર વિશ્‍લેષણ ગોષ્‍ઠિનું આયોજન કરાયું હતું. જેમાં ૧ર૦૦ થી વધારે ઇન્‍ટરફૈથ રીલેશનશીપ એટલેકે આંતરધર્મીય સંબંધો વિષે ડોકટર દિલીપભાઇ અમીન અને ઇન્‍ડસ યુનિવર્સિટીમાં સિનિયર રિસર્ચ એસોસીયેટ રિચાબેન ગૌતમે છણાવટ કરી હતી.

આ ગોષ્‍ઠિ કર્ણાવતી શહેરના ગુજરાત યુનિવર્સિટી કેમ્‍પસના ડીપાર્ટમેન્‍ટ ઓફ બાયોકેમેસ્‍ટ્રી એન્‍ડ ફોરેન્‍સીક સાયન્‍સ વિભાગના કોન્‍ફરન્‍સ હોલ ખાતે યોજવામાં આવી હતી, જેમાં શહેરના યુવાઓ તેમજ જાગૃત નાગરિકો હાજર રહ્યા હતાં.

ગંભીર મુદા પર ચર્ચા કરતા જણાવાયું હતું કે, ભારતના લવ જેહાદના કૃત્‍યો ઇંગ્‍લેન્‍ડમાં ગ્રુમીંગ ગેંગ અને રોમીયો ગેંગના નામથી પંકાયેલ છે. વર્ષ ર૦૧૭-૧૮ના આંકડા મુજબ ઇંગ્‍લેન્‍ડમાં દરરોજ પ૩ છોકરીઓ આ ગ્રુમીંગ ગેંગનો ભોગ બનતી હતી. જેનો આંકડો વર્ષના અંતે ર૦,૦૦૦ પહોંચ્‍યો હતો. આ ઉપરાંત તેમણે, વૈશ્‍વિક સ્‍તર પર હિન્‍દુત્‍વને બદનામ કરવાની બાબત, યુરોપિયન દેશોમાં વર્ષ ૧૯૭પ થી વધતી પુરૂષ શરણાર્થીઓની વસ્‍તીના કારણે વધતા મહિલા અને અન્‍ય અપરાધોના આંકડા, ચાર્ટ દ્વારા જણાવ્‍યા હતાં.

આગળ તેમણે શરીયાનો વધતનો વૈશ્‍વિક દબદબો અને તેના કારણે આવનાર સમયના પડકારો ઉપરાંત અમેરિકાના રાજકારણમાં ભારતીયોના વધતાં પ્રભાવ જેવા અનેક મહત્‍વપુર્ણ મુદ્‌ાઓથી શ્રોતાઓને અવગત કર્યા હતાં. અંતમાં તેમણે બદલાતા યુગમાં આતંકવાદના નવા રૂપની સવિસ્‍તાર ચર્ચા કરી હતી.  ટૂંકમાં, બંને વકતાઓના સંશોધન અને વિશ્‍લેષણ દ્વારા આવી પરિસ્‍થિતિમાં પરિવાર અને સ્‍નેહીજનોએ કેવી રીતે વર્તવું તેમજ બદલાઇ રહેલા વૈશ્‍વિક સમીકરણો પરથી કેવી રીતે બોધપાઠ મેળવવો તે મૂળ મુદ્‌ો રહ્યો હતો.

છેલ્લે વકતાઓએ પ્રશ્‍નોત્તરી દ્વારા યુવા અને જાગૃત નાગરિકોના અનેક પ્રશ્‍નોનું સમાધાન આપ્‍યું હતું. જેના દ્વારા વકતાઓ અને શ્રોતાઓ વચ્‍ચે ખરો સંવાદ થયાની લાગણી અનુભવાઇ હતી.

(4:11 pm IST)