Gujarati News

Gujarati News

News of Thursday, 2nd March 2023

શાળાઓ અને ખેડૂતોના મુદ્દે સરકાર સામે સવાલ ઉઠાવતા હાર્દિક પટેલ

સ્‍પીકરે ધારાસભ્‍યના સવાલને સારો ગણાવ્‍યો

ગાંધીનગર તા. રઃ ગુજરાત વિધાનસભા બજેટ સત્રમાં બુધવારે ધારાસભ્‍ય હાર્દિક પટેલે પહેલી વાર સવાલ પુછતા પોતાની જ સરકારને ઘેરી હતી. તેમણે ભાજપા સરકારની નીતિ બાબતે પુછતા કહ્યું કે શું સરકાર ૭પ-૧૦૦ જુની, પ્રાચીન મૂલ્‍યો અને ખરાબ નાણાંકીય સ્‍થિતીવાળી શાળાઓને પોતાની વીંગ હેઠળ લેવા તૈયાર છે. સ્‍પીકર શંકર ચૌધરીએ હાર્દિક પટેલના વખાણ કર્યા અને આજે એક સારો સવાલ ગણાવ્‍યો હતો.

ખરેખર તો, ગુજરાત સરકાર આર્થિક રીતે નુકસાનકારક શાળાઓની સંખ્‍યા ઘટાડવાના પ્રયાસો કરી રહી છે. એક મહિનામાં આ બીજી ઘટના છે કે હાર્દિક પટેલે રાજય સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવ્‍યા છે. આ પહેલા ર૦ ફેબ્રુઆરીએ હાર્દિકે કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખીને ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્‍યો હતો. તેમણે અમદાવાદ જીલ્લાના પોતાની મતવિસ્‍તાર વિરગામ સહિતના કેટલાક વિસ્‍તારોમાં ઉગાડવામાં આવતા દેશી કપાસ જાતના એફએકયુ માપદંડોમાં ફેરફાર પર સવાલ ઉઠાવીને તેને ખેડૂતોનું શોષણ ગણાવ્‍યું હતું.

હાર્દિકે કૃષીમંત્રીને લખેલ પોતાના પત્રમાં કહ્યું હતું કે કપાસની જાતો માટે લાંબા સમયથી નકકી કરાયેલ એફએકયુ પેરામીટર હવે બદલવામાં આવ્‍યા છે અને વેપારીઓ ઓછું પેમેન્‍ટ કરી રહ્યા છે. અને ખેડૂતો સમયસર પૈસા પણ નથી ચૂકવાતા.

 

(4:10 pm IST)