Gujarati News

Gujarati News

News of Thursday, 2nd March 2023

રાજ્યનું એક પણ બાળક કુપોષિત ન રહે તે માટે રાજ્ય સરકાર કાર્યરત: સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા

રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ ૨૦૧૩ હેઠળ સંકલિત બાળ વિકાસ સેવાઓ (ICDS) દ્વારા બાળકની દૈનિક પોષણની એક તૃતિયાંશ જરૂરિયાત પૂરી પાડે છે

 રાજકોટ તા.૨

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ ડાંગ અને નર્મદા જિલ્લામાં અતિ ઓછા વજનવાળા બાળકોને પુરક પોષણ મળી રહે  તે માટે  રાજ્ય સરકાર આંગણવાડી કેન્દ્રના પ્રશ્નનો વિધાનસભા ગૃહમાં જવાબ આપતા જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ ૨૦૧૩ હેઠળ બાળકની દૈનિક જરૂરિયાત એક તૃતિયાંશ છે જે સંકલિત બાળ વિકાસ સેવાઓ (ICDS) દ્વારા પૂરી પાડવામાં આવે છે. 

ડાંગ અને નર્મદા જિલ્લામાં અતિ ઓછા વજનવાળા બાળકોને પુરક પોષણ મળી રહે  તે માટે રાજ્ય સરકાર આંગણવાડી કેન્દ્રના ૬ માસથી ૩ વર્ષના બાળકોને બાળશકિતના ૫૦૦ ગ્રામની એક એવા ૭ પેકેટ્સ , અતિ ઓછા વજનવાળા બાળકોને બાળશક્તિના ૫૦૦ ગ્રામનું એક એવા ૧૦ પેકેટ અને ૩ થી ૬ વર્ષના અતિ ઓછા વજનવાળા બાળકોને બાળશક્તિના ૫૦૦ ગ્રામનું એક એવા ૪ પેકેટ આપવામાં આવે છે. 

આંગણવાડી કેન્દ્રોમાં ૩ થી ૬ વર્ષના બાળકોને સવારનો ગરમ નાસ્તો અને બપોરનું ભોજનમાં  પોષણયુક્ત આહાર મળી રહે તે માટે સુખડી, ફળ, વેજીટેબલ પુલાવ, શીરો, લીલીભાજીના મુઠીયા જેવું સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવે છે. જેમાં અઠવાડિયાના ૨ દિવસ ફળ સાથે દૂધ સંજીવની યોજના અંતર્ગત આંગણવાડી કેન્દ્રના ૬ માસથી ૬ વર્ષના બાળકોને અઠવાડિયામાં ૫ દિવસ ૧૦૦ મિ.લિ. ફોર્ટિફાઇડ ફ્લેવર્ડ દૂધ સાથે પોષણ સ્તરમાં સુધારો લાવવા આંગણવાડી કેન્દ્રોમાં સત્વ ડબલ ફોર્ટિફાઇડ મીઠું, ફોર્ટિફાઇડ તેલ અને ડબલ ફોર્ટિફાઇડ આટો પુરો પાડવામાં આવે છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે ભારત સરકાર દ્વારા સંકલિત બાળ વિકાસ સેવાઓ (ICDS) અંતર્ગત ૬ માસથી ૬ વર્ષના સામાન્ય વજનવાળા બાળકોને પ્રતિદિન ૫૦૦ કિલો કેલરી  અને ૧૨-૧૫ ગ્રામ પ્રોટીન તેમજ ૬ માસથી ૬ વર્ષના અતિ ઓછા વજનવાળા બાળકોને પ્રતિદિન ૮૦૦ કિલો કેલરી અને ૨૦-૨૫ ગ્રામ પ્રોટીન જરૂરિયાત પ્રમાણે પૂરક પોષણ આપવામાં આવે છે જેમાં રાજ્ય સરકાર પોષણ સુધા યોજના અંતર્ગત ૧૪ આદિજાતિ જિલ્લાના ૧૦૬ ICDS આંગણવાડી કેન્દ્રો હેઠળ તમામ સગર્ભા અને ધાત્રી માતાઓને ૧ ટંકનું સંપૂર્ણ પૌષ્ટિક ભોજન સાથે લોહતત્વની ગોળી, ૨ કેલ્શિયમની ગોળી પણ આપવામાં આવે છે.

(4:10 pm IST)