Gujarati News

Gujarati News

News of Thursday, 2nd March 2023

કોંગી ધારાસભ્‍યોને ગૃહમાંથી સસ્‍પેન્‍ડ કરવામાં નિયમ ભંગ ? બે ગેરહાજર છતા સસ્‍પેન્‍ડ

‘નેમ' ન કરવાના મુદ્દે પોઇન્‍ટ ઓફ ઓર્ડર ઉઠાવતા અર્જુનભાઇ : કલમ પ૧ મુજબ કાર્યવાહી થઇ છે; વિપક્ષનો વાંધો ઉડાડતા અધ્‍યક્ષ

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા.ર : આજે પ્રશ્નોતરી કામ બાદ વિપક્ષના અર્જુનભાઇ મોઢવાડીયાએ પોઇન્‍ટ ઓફ ઓર્ડર ઉઠાવી જણાવ્‍યું હતું ગઇકાલે વિપક્ષના સભ્‍યો દ્વારા સૂત્રોચ્‍ચાર કરતા હતા અને વોકાઉટ કર્યા બાદ નેમ કયાં વગર સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા તે વ્‍યાજબી નથી.

ભૂતકાળમાં ત્રણ વખત આવુ બનેલ હતુ જેમાં નેમ કર્યા વગર સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા હતા અને જે તે સમયના સંસદીય મંત્રીએ દિલગીરી વ્‍યકત કરી હતી.

આ બાબતે શૈલેષ પરમારે વિસ્‍તૃત વાત કરતા જણાવવામાં આવ્‍યું હતું કે વર્ષ ર૦૦રમાં મંત્રી અમિત શાહે આવા કિસ્‍સામાં નેમ કરી સસ્‍પેન્‍ડ કર્યા હતા સસ્‍પેન્‍ડ કરવામાં નેમ કર્યાં વગર જે કાર્યવાહી થઇ તે ભૂતકાળમાં ટકી શકી નથી.

ગઇકાલના નિર્ણય જે કરવામાં આવ્‍યો તે નિયમ વિરૂધ્‍ધનો છ.ે

આ પ્રશ્ને ચર્ચા કરતા ડો.સી.જે. ચાવડાએ જણાવ્‍યું કે સત્તાધારી પક્ષો નેમ કર્યા વગર જે કાર્યવાહી કરી તે વ્‍યાજબી છે કે નહિ એટલુ જ નહિ આમે જયારે કોંગ્રેસના એક સભ્‍ય કિરીટભાઇ પટેલ ઉપસ્‍થિત ન હતા છતા સસ્‍પેન્‍ડ કર્યા.

અમીત ચાવડાએ જણાવ્‍યું કે નેમ કર્યા વગર જે કાર્યવાહી કરવામાં આવી એ ક્ષતિને સુધારવા માંગો છો કે કેમ આ તબકકે આમ પાર્ટીના સભ્‍યએ જણાવ્‍યું કે અમારા બે સભ્‍યો ગેરહાજર હતા છતા સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા હતા.

અર્જુનભાઇ મોઢવાડીયાએ ભૂતકાળના અધ્‍યક્ષ મનુભાઇ પાલખીવાલાથી આવી ભુલ હતી તેનો તેમણે સ્‍વીકાર કર્યો હતો. વિધાનસભાના નિયમ પર મુજબ સભાગૃહના ઠરાવ અને અધ્‍યક્ષ નેમ કર્યા વગર નિર્ણય કરવામાં આવ્‍યા તે ગેરવ્‍યાજબી નથી. એક તબકકે અધ્‍યક્ષે અર્જુનભાઇને કડક રીતે બોલતા અટકાવ્‍યા હતા.

આ સમયે અધ્‍યક્ષ અને અર્જુનભાઇ સામ સામે બોલવાની શરૂઆત કરી હતી.

આ તમામ ચર્ચા બાદ વિધાનસભાના અધ્‍યક્ષ શંકરભાઇ ચૌધરીએ પોતાનો નિર્ણય આપતા કહ્યું કે ગઇકાલનો નિર્ણય જે કર્યો તે નિયમોનુસાર કરવામાં આવ્‍યો છે. નિયમ પ૧ અને પર મુજબ કાર્યવાહી કરવામાં આવી છ.ે માટે આમનો પોઇન્‍ટ ઓફ ઓર્ડર અમલમાં રહેતો નથી.

(4:09 pm IST)