Gujarati News

Gujarati News

News of Thursday, 2nd March 2023

સંજય શ્રીવાસ્‍તવ અને અજયકુમાર તોમર સિનિયર હોવા છતાં મુખ્‍ય પોલીસ વડા કેમ ન બની શકયા.?

ગુજરાત ચૂંટણી સંદર્ભે આશિષ ભાટિયાને એક્ષ્ટેન્‍સન મળ્‍યું અને ગુજરાતના મુખ્‍ય પોલીસ વડાનું નિヘતિ મનાતું પદ સંજય શ્રી વાસ્‍તવથી દુર સરકી ગયું : કુદરતનો કરિશ્‍મા તો જોવો , વિકાસ સહાયની બેચમાં મૂળ તો સુરત સીપી સિનિયર પરંતુ , પત્‍ની ગુજરાત કેડરમાં હોવાથી લગ્ન બાદ મહારાષ્‍ટ્ર કેડરમાંથી ગુજરાત કેડરમાં આવ્‍યા અને તેમની બેચમાં પાછળ ક્રમે મૂકયા હતા : વિકાસ સહાયને ચાર્જ આપવામાં આવ્‍યો તે દિવસથી દિલ્‍હી ડેપ્‍યુટેશનમાં રહેલ ગુજરાત કેડરના આઈપીએસને દિલ્‍હીમાં મહત્‍વના સ્‍થાન આપવાની ગોઠવણ થયાના સમાચાર બાદ અકિલા દ્વારા વિકાસ સહાય મુખ્‍ય પોલીસ વડા બની રહ્યાંના સ્‍પષ્ટ સંકેત આપેલ

રાજકોટ તા.૨: રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા તરીકે જેમને ખૂબ લાંબા સમયથી અન્‍યાય થતો હતો તેનું વળતર રાજ્‍ય અને કેન્‍દ્ર સરકાર દ્વારા તેમને મુખ્‍ય પોલીસ વડા તરીકે કાયમી નિમણુક આપી દેવામાં આવ્‍યું તે ખૂબ  સરહાનીય બાબત છે, પરંતુ આ બધા વચ્‍ચે હવે વિકાસ સહાયથી ખૂબ સિનિયર અને કોઈ જાતના કારણ વગર જેમને મહત્‍વના પદથી વંચિત રહેવું પડ્‍યું તેવા સંજય શ્રી વાસ્‍તવની નિવળત્તિ આડે હવે બે માસથી ઓછો સમય છે ત્‍યારે તેમને માનભેર વિદાય મળે અને તેમનું સ્‍વમાન સચવાય તે રીતે રાજ્‍યની ત્રણ જગ્‍યામાંથી એક સ્‍થાન પર નિમણુક આપી દેવામાં આવશે કે કેમ? તે લાખ રૂપિયાનો સવાલ છે.    વિકાસ સહાયને મુખ્‍ય પોલીસ વડાનો ચાર્જ સુપરત થયો તે સમયથી અકિલા દ્વારા દિલ્‍હી યુપીએસસીમા પેનલ મોકલી વિકાસ સહાયને કાયમી કરવામાં આવશે અને આ માટેની કવાયત ચાલી રહ્યાંનું જણાવેલ. 

વ્‍યકતિના કિસ્‍મત ચમકે ત્‍યારે આખી બાજી પલટાઈ જતી હોય છે, ખૂબ સક્ષમ કાર્યદક્ષ હોવા છતાં વિકાસ સહાય લાંબા વર્ષોથી કોઈ મહત્‍વના અર્થાત્‌ એકિઝકયુટિવ સ્‍થાન મળતું ન હતું. સંજય શ્રી વાસ્‍તવ સિનીયોરિટીને કારણે મુખ્‍ય પોલીસ વડા બનશે તે નકકી હતું,   

 ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત મુખ્‍ય સચિવ સાથે મુખ્‍ય પોલીસ વડા આશિષ ભાટીયાને મુખ્‍ય પોલીસ વડા તરીકે ચૂંટણી સમયની ગણતરી કરી એક્ષ્ટેનશન આપી દેવામાં આવ્‍યું અને આખું ચક્ર ફર્યું,

 તેમનો કાર્ય કાળ પૂરો થાય ત્‍યારે સુપ્રીમકોર્ટની ગાઈડ લાઈન મુજબ સંજય શ્રી વાસ્‍તવની નિમણુક અને નિવૃત્તિ આડેનો ગાળો ઓછો હોવાથી ટેકનિકલ કારણોસર તેમને મુખ્‍ય પોલીસ વડા બનાવવાનું મોકૂફ રાખવામાં આવેલ, અને વિકાસ સહાય થી સિનિયર તેમને રિપોર્ટ કરવો પડે તેવી પરિસ્‍થિતિ સર્જાઈ, આને ટેકનિકલ કારણ ગણો કે કિસ્‍મત, વિકાસ સહાયની બેચમાં પણ સુરત પોલિસ કમિશનર અજય કુમાર તોમર જે તે સમયે સિનિયર હતા અને તે મહારાષ્‍ટ્ર કેડરમાં હતા, જેમની સાથે તેમના લગ્ન થયા છે તેવા આઇએએસ સુનયના તોમર ગુજરાત કેડરમાં હતા, અજય કુમાર તોમર લગ્ન બાદ ગુજરાત કેડરમાં આવ્‍યા અને તેવા ટેકનિકલ કારણોસર મુખ્‍ય પોલીસ વડા ન બની શકયા, આમ સિનિયર હોવા છતાં જુનિયર બની ગયા, જોકે અજય કુમાર તોમર એક સારા સ્‍પોર્ટ્‍સમેન હોવાથી આ બાબત આસાનીથી સ્‍વીકારી છે, વિકાસ સહાય મુખ્‍ય પોલીસ વડાના ચાર્જ સાથે સુરત ગયા ત્‍યારે પણ લોકપ્રિય આઇપીએસ દ્વારા ખૂબ માન આપવામાં આવેલ.      

સીઆઈડી ક્રાઈમમા પણ અનિલ પ્રથમ સાથે આવો પ્રશ્ન આર.બી. બ્રહ્મભટ્ટને હેડ બનાવતા સર્જાયેલ પણ તે પરિસ્‍થિત દૂર કરવામાં આવેલ.  બહુ ઓછાં લોકોને જાણ હશે કે ૧૯૮૫ બેચના આશિષ ભાટિયા હાલના ચીફ સેક્રેટરી અને જે તે સમયે  એડી.ચીફ સેક્રેટરી હોમથી સિનિયર હતા છતાં બંને પક્ષે એક બીજાનું માંન  જાળવવામાં આવતું હતું.

(4:00 pm IST)