Gujarati News

Gujarati News

News of Thursday, 2nd March 2023

ગુજરાતમાં ૯.૧૪ લાખ બાંધકામ શ્રમિકોઃ સરકારી યોજનાનો લાભ

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. રઃ રાજયમાં નોંધાયેલ બાંધકામ શ્રમિકો બાબતે કોંગ્રેસના અમિત ચાવડાના પ્રશ્નના ઉત્તરમાં શ્રમ અને રોજગાર મંત્રીએ જણાવ્‍યું હતું. કે તા.૩૧/૧/ર૩ ની સ્‍થિતિએ રાજયમાં કુલ ૯૧૪ર૦૧ બાંધકામ શ્રમિકો નોંધવામાં આવેલ છે.

આમા રાજય બહારના ર૭૭પ૯ શ્રમીકો છે આ બાંધકામ શ્રમીકો માટે ૧૮ જેટલી વિવિધ યોજનાઓ  બનાવવામાં આવી છે. જેમાં બાંધકામ શ્રમયોગી તથા તેના બાળકોને પી.એચ.ડી.ના કોર્સ માટે માસિક રૂા.૧પ૦૦૦ થી વાર્ષિક રૂ.ર૦,૦૦૦ સ્‍ટાઇપેન્‍ડની જોગવાઇ કરવામાં આવી છ.ે

(3:19 pm IST)