Gujarati News

Gujarati News

News of Thursday, 2nd March 2023

કાલથી સોમવાર સુધી રાજયમાં છુટાછવાયા ઝાપટા કે છાંટાછુટીની શકયતા

સૌરાષ્‍ટ્ર, કચ્‍છ અને દક્ષિણ ગુજરાતમાં વધુ સંભાવનાઃ માર્ચના અંતિમ સપ્‍તાહમાં ગરમી વધશે : આ મહિનામાં અવાર-નવાર વાતાવરણમાં પલ્‍ટો જોવા મળશે

રાજકોટઃ આવતીકાલ તા.૪ માર્ચથી તા.૮ માર્ચ સુધી રાજયમાં છુટાછવાયા વિસ્‍તારોમાં છાંટાછુટી કે ઝાપટાની સંભાવના  હોવાનુ વેધરની એક ખાનગી સંસ્‍થાએ જણાવ્‍યુ છે. આ સિવાય આ મહિનામાં અનેક વખત વાતાવરણમાં પલ્‍ટો જોવા મળી શકે છે તેમ હાલના અનુમાન મુજબ જણાવાયુ છે.

દરમિયાન હવામાન ખાતાએ જણાવ્‍યુ છે કે ૪થી માર્ચ બાદ રાજયમાં હવામાન પલટો શરૂ થવાની આગાહી કરી છે ગુજરાતમાં વિવિધ વિસ્‍તારોમાં ૪થી ૮ માર્ચ દરમિયાન માવઠાની શકયતા પણ છે માર્ચ મહિનામાં રાજયમાં મહતમ તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને પાર થઇ શકે છે

ગુજરાતના વિવિધ શહેરોમાં આવી શકે છે વાતાવરણમાં પલટો. જેના કારણે દેશમાં ઉતરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા તેમજ કમોસમી વરસાદ થઇ શકે છે. ૨ માર્ચ સુધી દેશમાં ઉતરીય પર્વતીય ભાગો  પંજાબ, હરિયાણા, રાજસ્‍થાન, દિલ્‍હી, મધ્‍યપ્રદેશ, યુપી સહિતના રાજયોમાં કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. જયારે ગુજરાતના વિવિધ શહેરોમાં ૪ માર્ચથી વાતાવરણમાં પલટો આવશે તેવી શકયતા વ્‍યકત કરવામાં આવી છે. કેટલાક વિસ્‍તારોમાં ૮ માર્ચ સુધી કમોસમી વરસાદ પડે તેવી પણ સંભાવના વ્‍યકત કરવામાં આવી છે.

ખાસ કરીને ઉતર-મધ્‍ય ગુજરાત, વડોદરા, આણંદ, પૂર્વ ગુજરાત, પંચમહાલ, ઉતર ગુજરાતના મહેસાણા, સમી, હારિજ, કડી, બેચરાજી, વિસનગર, સિદ્ધપુર, વડનગર, સાબરકાંઠા, બનાસકાઠામાં માવઠું પડશે. આ સિવાય સૌરાષ્‍ટ્ર, કચ્‍છ અને દક્ષિણ ગુજરાતના કેટકલાક વિસ્‍તારોમાં કમોસમી વરસાદ થવાની શકયતાઓ છે. તા.૧૪ માર્ચથી ૧૯મી સુધી અને એ પછી પણ હવામાનમાં પલટો આવી શકે છે અને તેના કારણે કેટલાક વિસ્‍તારોમાં માવઠું પડવાની શકયતાઓ છે. તા.૨૦, ૨૧ માર્ચ દરમિયાન ગરબી વધશે. જયારે તા.૨૪, ૨૬ દરમિયાન સાગરમાં હલચલ આવી શકે છે. કેટલાંક ભાગોમાં આંધી પવન સાથે કરા પડવાની પણ આગાહી હવામાન વિભાગે વ્‍યકત કરી છે. આ ઉપરાંત માર્ચ મહિના દરમિયાન ગરમી વધતા તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને પાર જવાની પણ શકયતા વ્‍યકત કરાઇ છે.

(4:01 pm IST)