Gujarati News

Gujarati News

News of Thursday, 2nd March 2023

સોમનાથ સંસ્‍કળત યુનિવર્સિટી માન્‍યતા પ્રાપ્ત દર્શનમ્‌ સંસ્‍કળત સંશોધન કેન્‍દ્રના ઋષિકુમારએ બનાવી ગૌમૂત્રમાંથી ચાલતી ઘડિયાળ

સાયન્‍સ સિટી સાયન્‍સ કાર્નિવલમાં વૈદિકવિજ્ઞાન

પ્રભાસ પાટણ, તા.૧: ગૌમૂત્ર, જેનો ઉપયોગ ઘણી આયુર્વેદિક દવાઓમાં થાય છે, તે વીજળી પણ ઉત્‍પન્ન કરી શકે છે. સોમનાથ સંસ્‍કળત યુનિવર્સિટી વેરાવળ માન્‍યતા પ્રાપ્ત ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્‍વામીની દિવ્‍ય પ્રેરણાથી કાર્યરત લ્‍ઞ્‍સ્‍ભ્‍ દર્શનમ સંશોધન કેન્‍દ્રના ઋષિકુમારોએ આચાર્ય શ્રી લક્ષ્મીનારાયણ ગુરૂજીના માર્ગદર્શનમાં સાયન્‍સસિટી સાયન્‍સ કાર્નિવલમાં એક પ્રયોગ હાથ ધર્યો છે જેમાં ગૌમૂત્રમાંથી ઈલેક્‍ટ્રિક કરંટ જનરેટ કરવામાં આવ્‍યો હતો. પ્‍લાસ્‍ટિકના કન્‍ટેનરમાં બે લિટર જેટલું ગૌમૂત્ર નાખીને તેમાં બે ઝીંક અને તાંબાની બનેલી પટ્ટી નાખવામાં આવે છે. ઈલેક્‍ટ્રિક વાયરની મદદથી આ પ્રક્રિયા દ્‌નારા ઈલેક્‍ટ્રોનિક વોલ ક્‍લોક ચલાવવા માટે પૂરતો ઈલેક્‍ટ્રિક કરંટ જનરેટ થાય છે.

એક લિટર તાજુ ગૌમૂત્ર, તાંબા અને જસતના ઈલેક્‍ટ્રિક વાયરની મદદથી, લગભગ બે વોલ્‍ટ પાવર ઉત્‍પન્ન કરી શકાય છે જે ઓછામાં ઓછા ૨૪ કલાક અને પ્રયોગ પછી વધુમાં વધુ ૧૫ દિવસ સુધી ઘડિયાળ ચલાવી શકે છે.

ઋષિકુમાર ધળપલ જોષિ અને યશ જોષિએ જણાવ્‍યું હતું કે, અમે આ  લ્‍ઞ્‍સ્‍ભ્‍ દર્શનમ સંશોધન કેન્‍દ્રમાં વેદ-શાષામાં રહેલા વૈદિક વિજ્ઞાન પર સંશોધન કરી રહ્યા છીએ અમે ઋષિકુમારો હવે શાળામાં નાના સ્‍ટડી લેમ્‍પ અને મોબાઈલ ચાર્જરમાં ઈલેક્‍ટ્રિસટી માટે ગૌમૂત્રનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહ્યા છે.

દર્શનમ સંસ્‍કળત સંસ્‍થાનમ્‌ ના આચાર્ય શ્રી સુભાષગુરૂજીએ જણાવ્‍યું હતું કે આવા પ્રયોગો વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક માનસિકતા જાળવવામાં મદદ કરે છે. કોઈ પણ શીખી શકે છે કે વૈદિક વિજ્ઞાન દ્વારા કુદરતી સંસાધનોનો વધુ કાર્યક્ષમ રીતે કેવી રીતે ઉપયોગ કરી શકાય છે.

(10:33 am IST)