Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

ભરૂચઃફેસબુકમાં મહિલાના બીભત્સ ફોટા અપલોડ કરનાર સતુભા જાડેજાને સાઈબર ક્રાઈમ સેલે ભુજથી ઝડપી લીધો

ધરપકડથી બચવા પોતાના ઘરને આગ લગાડી

 

ભરૂચ :ફેસબુક સાઈટ ઉપર નકલી એકાઉન્ટો બનાવી મહિલાના બિભત્સ ફોટાઓ અપલોડ કરનાર આરોપીને ભરૂચ સાયબર ક્રાઈમ સેલ પોલીસે ભુજથી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

  અંગે મળતી વિગત મુજબ ભરૂચ જિલ્લામાં બનતા સાયબર ક્રાઈમના ગુનાઓ અટકાવવા માટે ઈન્ચાર્જ પો.ઈન્સ. એલ.સી.બી જે.એન.ઝાલાને ગુનાઓ અટકાવવા માટે આપેલ સૂચનાને પગલે ભરૂચ શહેર સી.ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે, ફેસબુક સાઈટ ઉપર મહિલાઓના બીભત્સ ફોટાઓ અપલોડ કરનાર આરોપી ભૂજના મોટા રેહાગામ ખાતે રહેતો હોવાની માહિતી મળી હતી.

  પોલીસે માહિતીના આધારે સ્થળ પર ધસી જઈ લોકલ પોલીસને સાથે રાખી આરોપી સતુભા સોમભા જાડેજાના ઘરે છાપો મર્યો હતો. આરોપીને પોલીસે છાપો માર્યો હોવાની ગંધ આવી જતા પોલીસની ધરપકડથી બચવા પોતાના ઘરને આગ લગાડી હતી. આગના કારણે ઘરમાં રહેલ માતા, બહેન, તથા ભાઈને પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી બહાર કાઢેલ હતાં. આરોપીની માતાએ ભૂજ જિલ્લાના પધ્ધર પોલીસ સ્ટેશનમાં આરોપીની માતાએ ગુનો નોંધાવ્યો હતો. સાયબર ટીમે આરોપી સતુભા જાડેજાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(10:17 pm IST)