Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

કરજણના ભરથાણા સીમના ટોલનાકા પાસે વિદેશી દારૂ સાથે બે ઝડપાયા:પાંચ લાખથી વધુનો મુદામાલ જપ્ત

 

વડોદરા જિલ્લાની હદમાં દારૂના બુટલેગરો બેફામ બન્યા છે હજુ ગઈકાલે ખટંબા ગામ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમો ઝડપાયાની શાહી સુકાઇ નથી ત્યાં ફરી કરજણના ભરથાણા ગામની સીમમાં આવેલા ટોલનાકા પાસેથી રૂપિયા એક લાખથી વધુના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે વડોદરા ગ્રામ્ય એલસીબી બે શખ્સોની અટકાયત કરી છે 

  અંગેની વિગત મુજબ વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે એક સિલ્વર કલરની એક્સેન્ટ ગાડી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે સુરતથી વડોદરા તરફ જઇ રહી છે જે બાતમીના આધારે વડોદરા ગ્રામ્ય એલ સી બી કરજણ ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. બાતમીવાળી કાર ટોલનાકા પાસે આવતા કારને કોર્ડન કરી કારની સઘન તલાશી લેતાં કારમાં બે ઈસમો રાણારામ ગોલ્ડન ભાઈ વિષ્નોઇ મૂળ (રહે.પુનાસા તા. ભીનમાલ જિ. ઝાલોર (રાજસ્થાન) તથા રાજુરામ ભાંખરા રામ વિષ્નોઇ ( મૂળ રહે. દેશતરી નાડીનગર કા ગુડામાલાણી જિ. બાડમેર (રાજસ્થાન) બંને હાલ રહે નવાપુર સાપુતારા રોડના નવાપુર જી નંદુરબાર મહારાષ્ટ્ર નાઓની અટકાયત કરી હતી.

  કારની તલાશી લેતા પાછળની સીટના ભાગેથી અને ડેકીમાંથી બોક્સમાં ભરેલી દારૂની બોટલ નંગ૩૭૨ કિંમત રૂપિયા ,૦૫,૬૦૦, મોબાઇલ નંગ - કિંમત રૂપિયા ,૦૦૦ તથા કારની કિંમત રૂપિયા ચાર લાખ મળી કુલ મુદ્દામાલ પાંચ લાખ હજાર છસ્સોનો કબ્જે કરી પૂછપરછ કરતાં તેઓએ દારૂ નવાપુર ગામમાં રહેતા પ્રવીણભાઈ નામનો ઈસમ તેની ગાડીમાં ભરી આપી વડોદરા વાઘોડિયા ચોકડી પાસે ગણેશ નામના ઇસમને પહોંચાડવાનો છે અને અગાઉ બે વાર ગણેશને વિદેશી દારૂ આપી ગયા હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંને ઇસમો તથા અન્ય બે સહિત ચાર ઈસમો વિરૂદ્ધ પ્રોહિબિશન એસ્ટેટ કરજણ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

(10:06 pm IST)