Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

નડિયાદ સંતરામ મંદિરના યજમાનપદે સાંજે પૂ. મોરારીબાપુના વ્‍યાસાસને શ્રી રામકથા

રાજકોટ, તા. ૨ :. પૂ. મોરારિબાપુ દ્વારા સુપ્રસિદ્ધ સંતરામ મંદિરના યજમાન પદે નડિયાદમાં આજથી શ્રી રામકથાનો પ્રારંભ થશે.

ઉલ્લેખનીય છે કે નડિયાદમાં પાંચ કથા યોજાઈ ગઈ છે. ઉમરેઠમાં બે અને કરમસદમાં એક એમ કુલ આઠ કથાઓ આ મંદિર દ્વારા થઈ છે અને એ રીતે અહીં બાપુની આ નવમી કથા છે.

મંદિરના સ્‍થાપક સંતરામજી મહારાજ ગિરનારી અવધૂત હતા. સંવત ૧૮૭૨માં નડિયાદ બહાર ખેતરમાં તેમણે નિવાસ કર્યો. જે હાલમાં દેરી તરીકે ઓળખાય છે. ત્‍યાર બાદ સેવકોના આગ્રહવશ તેઓ નડિયાદ આવ્‍યા અને લાકડા તેમજ ચૂનાથી બનેલુ ૫૧ ફુટ ઉંચુ મંદિર નિર્મિત કર્યુ.

જ્ઞાન-ભકિત ઉપરાંત પછાત વર્ગની સુધારણા અને ઉન્‍નતિ માટે તેઓએ નોંધપાત્ર પ્રદાન કર્યુ છે. વિશાળ સેવક સમુદાય અને અપાર લોકચાહનાનો સ્‍પૃહા ત્‍યજીને તેમણે ૧૮૮૭માં મહાસુદ પૂર્ણિમાને દિવસે જીવતા સમાધી લીધી.

આવા પવિત્ર સ્‍થાનમાં પૂજ્‍ય બાપુની રામકથા રૂપી પ્રેમગંગા વહેશે જેમા શ્રવણસ્‍નાન કરવા માટે ગુજરાતભરના વ્‍યાસપીઠના શ્રાવકો નડિયાદ તરફ પ્રયાણ કરી રહ્યા છે. આસ્‍થા ટીવીના માધ્‍યમથી કથા શ્રવણ કરશે.

(11:08 am IST)