Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

વડોદરાનો વિસ્તાર વધ્યો : આસપાસના ગામોને મનપાની હદમાં સમાવેશ કરવા મુખ્યમંત્રીનો નિર્ણય

ગોરવા, સમા, હરણી, બાપોદ, તરસાલી અને કલાલી ગામોના બાકી વિસ્તારોને મનપાની હદમાં સમાવાયા

વડોદરા ;વડોદરા શહેરના વિસ્તારમાં વધારો કરાયો છે શહેરનો ભાગોળના વિસ્તારોને મહાનગરપાલિકાની હદમાં સમાવવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નિર્ણય કર્યો છે જે મુજબ ગોરવા, સમા, હરણી, બાપોદ, તરસાલી અને કલાલી ગામોના બાકી રહેલા વિસ્તારોનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવશે.

   આ વિસ્તારો મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ન હોવાને કારણે તેમજ ગ્રામ પંચાયતનું અસ્તિત્વ ન રહેતા નાગરિકોને સુખાકારી સુવિધા પુરી પાડવામાં પડતી મુશ્કેલીઓના નિવારણ માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત રજૂઆતો બદા આસાપાસના ગામોને વીએમસીમાં સમાવવાનો નિર્ણય કરાયો છે

   હવે વડોદરા મહાનગર પાલિકાની હદ માં ૧૭.૦૪૫૮ ચો.કી મી નો વધારો થશે.આ સમાવિષ્ટ વિસ્તારોમાં ગોરવા પંચવટીથી ઉડેરા ગામ સુધીનો ૦.૮૪૨ ચો.કિમી. (ગંગનગર, અજયનગર, જલારામનગર, ઇન્દિરાનગર), હરણી બાયબપાસ પછીનો ૯.૦૯૬ ચો.કિમી. (દરજીપુરા, જીવરાજનગર), સમાકેનાલ પછીનો ૧.૫૭૬ ચો.કિમી. (કેનાલ બહારની વસાહતો) તરસાલી નેશનલ હાઇવે નંબર ૮ પછીનો ૨.૬૪૪ ચો.કિમી. બાપોદ, નેશનલ હાઇવે નં. ૮ની પૂર્વ તરફનો ૦૭૦૦ ચો.કિમી. (નેશનલ હાઇવે નં.૮ પછીનો પૂર્વ વિસ્તાર) તેમજ કલાલી કેનાલ પછીનો ૨.૫૭ ચો.કિમી.(કેનાલ પછીનો વિસ્તાર) મળીને કુલ ૧૭.૪૫૮ ચો.કિમી. વિસ્તારનો સમાવેશ થાય છે

(11:06 pm IST)