Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

સુરતના વેસુના વીઆઈપી રોડ પર શ્રમિકના બાળકને કચડી કાર ચાલક ફરાર

ફુટપાથનું કામ કરતા મજૂરના એક વર્ષના રમતા બાળકને બિલ્ડર પુત્ર કારની અડફેટે લઈને ભાગી ગયો

સુરતમાં વેસુના વીઆઇપી રોડ પર  એસએમસી કોન્ટ્રાક્ટ હેઠળ ફૂટપાથ પર કામ કરી રહેલા શ્રમિકના એક વર્ષીય બાળકને કાર ચાલક કચડી ફરાર થઇ ગયો હતો. મૃતક બાળકના માતા – પિતા ફૂટપાથનું કામ કરી રહ્યા હતા. જે દરમ્યાન વૈભવી કારના ચાલકે નજીકમાં રમી રહેલા એક વર્ષના માસુમ બાળકને અડફેટે લીધો હતો. મૃત બાળકની લાશને પોસ્ટ -મોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

  ઘટના અંગે ખટોદરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. સુરત શહેરના એક મોટા બિલ્ડરનો પુત્ર કાર ચલાવી રહ્યો હોવાની વાત સામે આવી હતી. પોલીસે કારના નંબરના આધારે ચાલકની શોધખોળ શરૂ કરી છે. સુરતના વેસુના વીઆઇપી રોડ પર આવેલ ખાનગી હેલ્થ ક્લબ પાસે ઘટના બની હતી. બીજી તરફ ગાડી નંબરના આધારે ફરિયાદ કરવામાં આવી હતી.

(10:13 pm IST)