Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

AIIMS ફાળવણીની આડમાં રૂપાણી સરકારને ડિસ્ટર્બ કરવા આંતરિક કાવતરું !

ભાજપના આઠથી વધુ ધારાસભ્યોની મુખ્યમંત્રીને એઇમ્સ મુદ્દે રજૂઆતથી રાજકીય ગરમાવો :મંત્રીમંડળના વિસ્તરણ માટે દબાણ કે નારાજગીને વાચા

અમદાવાદ :કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં AIIMS ફાળવણી મુદ્દે ભાજપમાં ગતિવિધિને પગલે રાજકીય ગરમાવો આવ્યો છે આજે સાંજે મધ્ય ગુજરાતના ભાજપના આઠથી વધુ ધારાસભ્યોએ ગાંધીનગરમાં સ્વર્ણિમ વન સંકુલમાં આવેલી મુખ્યમંત્રીની ઓફિસમાં જઇને જઇને મુખ્યમંત્રી રૂપાણી સમક્ષ રજૂઆત કરી હતી.ત્યારે અચાનક ભાજપના ધારાસભ્યોની આવી હિલચાલથી  કેટલાક લોકો રુપાણી વિરુદ્ધ આંતરિક કાવતરાનું રૂપ આપી રહ્યાંનું મનાય છે

   મુખ્યમંત્રી રૂપાણીને રજૂઆતમાં ધારાસભ્ય યોગેશ પટેલ, મધુશ્રી વાસ્તવ, સી કે રાઉલજી ,મનીષા વકીલ ,કેતન ઇનમદાર સહિત આઠ સભ્યોએ વડોદરાને જ એઇમ્સ મળવી જોઈએ તેવો ઉલ્લેખ કર્યો છે, સાથે વડોદારને કેમ એઇમ્સ મળવી જોઇએ તેનું કારણ પણ સીએમને સમજાવ્યું હતું.
  સૂત્રોનું કહેવું છે કે બીજેપીના સભ્યોને રાજકોટને એઇમ્સ મળે તો વાંધો નથી, પરંતુ એઇમ્સના નામે બીજેપીના ધારાસભ્યોને રૂપાણી સરકાર પર દબાણ ઉભું કરીને પ્રધાન બનવામાં રસ છે. મધ્ય ગુજરાતને રૂપાણી સરકારમાં પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું નથી હાલ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી વડોદરાના છે તેમના સિવાય મધ્ય ગુજરાતના કોઈ ધારાસભ્યને કેબિનેટ પ્રધાનનો દરજ્જો મળ્યો નથી

  આ વખતે જ્યારે બીજેપીને બહુમતી કરતા 7 જ સભ્યો વધુ હોવાથી બીજેપીના 8 ધારાસભ્યો રૂપાણી સરકારને એઇમ્સના નામે પ્રેશર ઉભું કરી પ્રધાન મંડળના વિસ્તરણ માટે વાતાવરણ ઉભું કરી રહ્યા છે.
    બીજીતરફ જ્યારથી કોંગ્રેસમાંથી બીજેપીમાં આવેલા કુંવરજી બાવળિયાને સરકારમાં કેબિનેટ પ્રધાનનો દરજ્જો અપાયો છે ત્યારથી બીજેપીના ધારાસભ્યો અને પ્રદેશના આગેવાનોમાં અસંતોષ વધી રહ્યો છે પણ શિસ્તના કારણે ચૂપ છે. જો કે હવે મધ્ય ગુજરાતના ધારાસભ્યોએ એઇમ્સના નામે સરકાર સામે બગાવત કરી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. હવે જોવાનું રહ્યું કે રૂપાણી મધ્ય ગુજરાતના ધારાસભ્યોના દબાણ સામે ઝૂક્શે કે પછી અડગ રહેશે તે તો સમય બતાવશે

  રૂપાણી સરકારને ડિસ્ટર્બ કરવા માટે એઇમ્સનો સહારો લેવામાં આવ્યો છે,મહત્વની વાત તો એ છે કે સી કે રાઉલજીને પ્રધાનપદના કમિટમેન્ટ સાથે બીજેપીમાં લાવવામાં આવ્યા હતા પણ બીજેપી નેતાગીરીએ વચન પાળ્યું ન હોવાથી તેઓ પણ સરકારથી ખફા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ સમગ્ર કાવતરાનું દોરી સંચાર ક્યાંથી થઇ રહ્યું છે તે તપાસનો વિષય છે.
  ભાજપના ધારાસભ્યોએ રૂપાણીને આપેલા આવેદનમાં ધારાસભ્ય યોગેશ પટેલ સહિત આઠ ધારાસભ્યોનું કહેવું છે કે વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યન મધ્યભાગ ઔદ્યોગિક રીતે વિક્સી રહ્યો છે, અને આ વિકાસને લીધે ઉભી થયેલી નવી રોજગારીની તકોને કારણે માનવ વસ્તીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આ વસ્તીને આરોગ્યની સુવિધા માટે હાલની સિવિલ હોસ્પિટલો પહોંચી વળવામાં સક્ષમ નથી, આથી વડોદરા કે તેની આજુબાજુના વિસ્તારમાં AIIMS આપવામાં આવે

(11:12 pm IST)