Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

આર.ડી.ડી ડૉ.જી સી પટેલ વય નિવૃત થતા અમદાવાદ ખાતે વિદાય સમારંભ યોજાયો

આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા તેઓને આગળની જિંદગી સુખી અને આરોગ્યપ્રદ રહે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : રીજીયોનલ ડેપ્યુટી ડાયરેક્ટર (આર.ડી.ડી) ડૉ. જી સી પટેલ વય નિવૃત્ત થતા અમદાવાદ આરડીડી ઓફિસ ખાતે વિદાય સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા તેઓને આગળની જિંદગી સુખી અને આરોગ્યપ્રદ રહે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

 આ કાર્યક્રમમાં ડૉ.નીલમ પટેલ (AD PH), ડૉ.નયન જાની (AD FW) ડૉ.સતીશ મકવાણા (ARDD), ડૉ.શૈલેષ પરમાર (CDHO), ડૉ.દિનકર રાવલ (Ex AD PH) સહિત ૧૫૦થી વધારે અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  અત્રે ઉલ્લેખનીય છે કે, ડૉ.જી સી પટેલે અમદાવાદ જિલ્લામાં બગોદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી જોબની શરૂઆત કરી હતી. ત્યાર બાદ અમદાવાદના આંબલીયારા પ્રા કેન્દ્ર તથા અસલાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ ફરજ નિભાવે હતી. અમરેલી ખાતે પાંચ વર્ષ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવેલ અને તેમના ફરજનો મોટો હિસ્સો રાજ્યકક્ષાએ રોગચાળાની નિયંત્રણ શાખામાં નિભાવાયેલ. સ્વાઈન ફ્લૂ જીકા કોંગો ફીવર અને કોવીડ ના નિયંત્રણની સારી કામગીરી તેમના દ્વારા કરવામાં આવેલ હતી. તેવો એક પબ્લિક હેલ્થ એક્સપર્ટ હતા તેઓના નિવૃત્ત થવાથી આરોગ્ય વિભાગને એક સારા અને કરમઠ એવા અધિકારીની ખોટ ચોક્કસ પડશે.

(8:16 pm IST)