Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

ઓલપાડમાં માત્ર બે કલાકમાં ૩ ઈંચ ખાબકયો

સુરત પંથકમાં અનરાધાર હેત વરસાવતા મેઘરાજાઃ વલસાડ જિલ્લામાં હળવો વરસાદ

(જીતેન્‍દ્ર રૂપેલિયા), વાપીઆજે અસાઢી બીજનું મુર્હુત સાચવતા  હોઈ તેમ મેઘરાજા સવારથી દક્ષિણ ગુજરાત પંથક ના કેટલાક વિસ્‍તારોમાં અનરાધાર  હેત વરસાવી રહ્યા છ.ે જેમાં સુરત જિલ્લાના ઓલપાડ વિસ્‍તારમાં માત્ર ૨ કલાક માં ૩ ઇંચ  ભારે વરસાદ નોંધાતા જનજીવન ખોરવાયું.

 ફ્‌લડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર આજે સવારે ૬ વાગ્‍યાથી લઇ ૧૦ વાગ્‍યા સુધીમાં એટલે કે માત્ર ૪ કલાક માં ઓલપાડ ૮૦ મિમિ,વાસો ૧૬ મિમિ, વલસાડ ૧૩ મિમિ, દેવગઢ બારીયા ૯ મિમિ ,ચોર્યાસી,તિલકવાડા અને સુરત સીટી ૮ મિમિ વરસાદ નોંધાયો છે. આ લખાય રહ્યું છે ત્‍યારે પણ આ પંથકમાં અનરાધાર વરસાદ ચાલુ છે.

(4:18 pm IST)