Gujarati News

Gujarati News

News of Saturday, 1st April 2023

સિરીયલ ‘ધ્રુવ તારા..' પ્રેમકથા

(કેતન ખત્રી) અમદાવાદઃ સોની સબની સિરીયલ ધ્રુવ તારા- સમય સદી સે પરે એ અલગ અલગ યુગના બે જણ ધ્રુવ (ઈશાન ધવન) અને તારાપ્રિયા (રિયા શર્મા) વિશે અજોડ પ્રેમકથા પ્રકાશમાં લાવી દીધી છે. શોએ તેની રોચક વાર્તારેખા, પાર્શ્વભૂ ગીત અને ધ્રુવ તથા તારા વચ્‍ચે મજેદાર નોકઝોક સાથે દર્શકોનું ધ્‍યાન ખેંચ્‍યું છે.

તારા ધ્રુવને જીતવા માટે સાવધાનીથી પગલાં લઈ રહી છે, જેથી તેની સમયમાં પ્રવાસ કરવાની તેની વાર્તાને તે માને. તારા ધ્રુવને બહેતર પુત્ર બનવામાં અને જીવનમાં ઉત્તમ નિર્ણયો લેવામાં મદદરૂપ થઈ રહી છે તે સાથે અજાણતાં જ તે તેની નજીક આવે છે.આ સપ્તાહમાં તારા તેનું આખરી લક્ષ્ય પાર પાડવા અને ધ્રુવનું વશીકરણ કરવા માટે સૌપ્રથમ મોટું પગલું લેશે. તે તેને નવરંગ વેન થકી ૨૧મી સદીમાં આવ્‍યા પછી જયાં ઊતરી હતી ત્‍યાં જ તેને લઈ જાય છે

(11:50 am IST)